SaurashtraGujaratRajkot

ગોંડલ જસદણ હાઇવે પર કાર અને ટ્રકનો સર્જાયો ભયંકર અકસ્માત, બેના મોત, પાંચ ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક ગોંડલ જસદણ હાઇવેથી અકસ્માત સામે આવ્યો છે.

ગોંડલ જસદણ હાઇવે પર આવેલ ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આઈ છે. જેમાં એક મહિલા સહિત બે ના મૃત્યુ થયા છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી છે. જાણકારી અનુસાર, ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે મૃતકના મૃતદેહને પી. એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ પાસે ઇનોવા કાર અને ટ્રીબર કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર તરફ જઈ રહી હતી ત્યારે ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે ટકરાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. બંને કાર વચ્ચે સામ-સામે જોરદાર ટક્કરને લીધે બંને કારે પલટી ખાઈ લીધી હતી. ઇનોવા કારમાં પાંચ લોકો સવાર રહેલા હતા. જેમાં ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું અને ઇનોવા કારમાં સવાર રેહાનાબેન ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે.

તેની સાથે ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન પરિયાણી, હાજી ખીમાણી, સેજાનભાઈ ખીમાણી અને ગોંડલ તરફથી આવતી ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર અને તેજસ પાનસુરીયાને આ અકસ્માતમાં ઈજા પહોંચી છે. તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.