ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક અને કારનો સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણ યુવકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરના ધાંગધ્રા-માલવણથી સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતા ધાંગધ્રા-માલવણ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતનો એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો કુચ્ચો થઈ ગયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના સ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. સ્થાનિક લોકોને જાણ થતા મદદ માટે દોડી આવ્યા હતા. તેમના દ્વારા કારમાં ફસાયેલા યુવકોને સારવાર માટે મોકલી દેવાયા હતા.
જાણકારી મુજબ, ધાંગધ્રા માલવણ સીએનજી પંપ પાસે કાર લઇને પસાર થઇ રહેલા ચાલક દ્વારા અચાનક કાર પરથી કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો. તેના લીધે કાર આગળ જઈ રહેલી ટ્રક પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. તેના લીધે સમગ્ર વિસ્તારમાં ગમગીન માહોલ ઉભો થઈ ગયો હતો.
તેની સાથે અકસ્માતની ઘટનામાં બે લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. ત્યાર બાદ બે મૃતદેહને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતા દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.