સુરતના સરથાણા વિસ્તારમાં સર્જાયો ભયંકર અકસ્માત, કારચાલકે પાંચ લોકોને લીધા અડફેટે, વૃદ્ધ મહિલાનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાંમોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતથી સામે આવ્યો છે.
સુરતના સરથાણા વિસ્તારમાં એક કાર ચાલક દ્વારા નશાની હાલતમાં ફૂલઝડપે કાર ચલાવીને પાંચ લોકોને અડફેટે લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થઈ છે. તેની સાથે બાઈક ચાલક સહિતના લોકોને પણ નાની-મોટી ઈજા થઈ હતી. આ મામલામાં અકસ્માત સર્જનારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં કાર ચાલાક નશાની હાલતમાં કાર ચલાવતો હોવાની જાણકારી સામે આવી છે. બેફામ રીતે કાર ચલાવી પાંચ લોકોને ઉડાવવામાં આવ્યા હતાં. ઘટનામાં એક મહિલા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે જ 8 વર્ષના બાળક ને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ તાત્કાલિક દોડી આવેલા લોકો દ્વારા અકસ્માત સર્જનાર જીતેન્દ્ર માલવિયાને ઝડપી પાડી પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નશાની હાલતમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી છે.
તેની સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરથાણાથી વ્રજચોક તરફ જઈ રહ્યો હતો. વેન્ટો ફોર વ્હીલ ગાડી દ્વારા મારી બાઈકને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે હું 10 ફૂટ ફેંકાયો હતો. તેના લીધે હું પડી ગયો હતો. ત્યાર બાદ બાળકને અડફેટે લીધો હતો. માજીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. મારી બાઈકને નુકસાન પહોંચ્યું છે. મને પણ કમર સહિતના ભાગે મૂંઢ માર વાગેલ છે. આ ઘટના એટલી ખરાબ હતી કે, હજુ પણ મારી નજર સામે જઈ રહી નથી.