સુરત શહેરમાં સર્જાયો ભયંકર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કાર ઝાડ સાથે ટકરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક સુરત શહેરથી સામે આવ્યો છે.
સુરત શહેરમાં વિદ્યાર્થીઓથી ભરેલી ઇકો કારનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સુરતના ઇસનપુર ગામ પાસે આ આ અકસ્માત સર્જાયો હતો. કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી વાન ઝાડ સાથે ટકરાતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. માલિબા કોલેજથી પરત માંડવી આવતા દરમિયાન ખરસવા ઇસનપુર માર્ગ પર ઝાડ સાથે ઈકો કાર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતની માલિબા કોલેજથી માંડવી જતા સમયે ખરવસા ઇસનપુર માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા હતા. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પારસ શાહ, જય અમરચંદ શાહ અને કીર્તન કુમાર ભાવસાર ના કરુણ મોત નીપજ્યા થયા છે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓને ઈજા પણ પહોંચી છે. આ અકસ્માતમાં તનસિક પારેખ, મનશ્વી મેરૂલીયા, સુમિત માધવાણી, હેત્વી પારેખ નામના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.