પૂંછમાં સેનાના વાહન પર આતંકી હુમલો, ગ્રેનેડ હુમલાની આશંકા,5 જવાનો શહીદ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય સેનાના વાહનમાં આગ લાગતાં પાંચ જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં તે વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. મોડી સાંજે આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેનાના એક વાહન પર આતંકી હુમલો થયો હતો. સેનાએ કહ્યું છે કે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ (terrorists) એ બેર ગલી અને પૂંછ વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન (army vehicle) પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડના કારણે વાહનમાં આગ લાગી હોવાની આશંકા છે.
આતંકી સંગઠન PAFF એ હુમલાની જવાબદારી લીધી છે:
બીજી તરફ આ આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ PAFF (PAFF)એ લીધી છે. PAFF એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું સંશોધિત સ્વરૂપ છે. જે પહેલા પણ ઘણા હુમલાઓની જવાબદારી સ્વીકારી ચૂક્યો છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે બપોરે લગભગ 3 વાગે પૂંછ જિલ્લાના ભટાદુરિયા વિસ્તારમાં સેનાના એક વાહનમાં આગ લાગી હતી. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક ઘાયલ થયો હતો. જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સેના અને પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ સાંજે સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ખુશખબર: અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો
આ પણ વાંચો: અતિક અને અશરફની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, નજીકના વ્યક્તિએ જ…..