South GujaratGujaratSurat

સિંગણપોરમાં કિશોરીની છેડતી કરનાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

સુરતનાં સિંગણપોર વિસ્તારમાં કિશોરીની છેડતીનો માહોલ સામે આવ્યો હતો. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીની ધરપડક કરી લેવામાં આવી છે. મજૂરીકામ કરનાર વ્યક્તિ દ્વારા રસ્તા પર જતી કિશોરી સાથે અડપલા કરવામાં આવ્યા હતા. કિશોરીની છેડતી કરતાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સિંગણપોર પોલીસ દ્વારા આ મામલામાં આરોપીની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ સિંગણપોર પોલીસ સ્ટેશનની 200 મીટર દૂર જ ધો. 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની એક યુવક દ્વારા રોડ પર છેડતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. તેના આધારે વિદ્યાર્થીનીના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની સાથે છેડતી કરનાર શ્રમિક યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે સીસીટીવી વાયરલ કરનાર યુવક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે મામલામાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.