વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ હાથ ધરવામાં અવી છે. એવામાં વડોદરાના વકીલ મંડળ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઇ પણ વકીલ દ્વારા કેસ લડવામાં ના આવે તેઓ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હરણી તળાવમાં સર્જાયેલ દુર્ઘટનામાં 17 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને વકીલ મંડળ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં આરોપી તરફથી એક પણ વકીલ કેસ લડશે નહીં તેઓ વકીલ મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
તેની સાથે હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરવામાં આવ્યું હોવાનું જાણકારી સામે આવી છે. આ સિવાય બોટિંગ દરમ્યાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તેના લીધે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે, વડોદરા બોટ કાંડને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાન પર 7 સભ્યોની SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ માટે ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SIT ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. તેની સાથે વડોદરા DCP પન્ના મોમાયા અને DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, ACP ક્રાઇમ એચએ રાઠોડ તપાસ અધિકારી, હરણી પોલીસ સ્ટેશનના PI સીબી ટંડેલ સભ્ય, ક્રાઇમ બ્રાન્ચના PI એમએફ ચૌધરી સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના PSI પીએમ ધાકડાનો સભ્ય તરીકે SIT ની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.