વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં ૧૭ લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. આ મામલામાં 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ દુર્ઘટનાની તપાસમાં સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એવામાં હવે સ્કૂલ સંચાલકો દ્વારા આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે કે, પોતાના સ્કૂલ પ્રવાસ માટે DEO ની પરવાનગી લીધી નહોતી. સ્કૂલ સંચાલકો દ્વારા ભૂલ સ્વીકારવામાં આવતા DEO કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં DEO કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે. તેમજ સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. તેની સાથે ક્રોસ વેરિફિકેશન બાદ સાત દિવસમાં કલેક્ટરનો રિપોર્ટ સોંપવામાં આવશે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, હરણી દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. પરેશ શાહ કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર રહેલો છે. જાણકારી મુજબ, ધાર્મિક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થઈ ગયો હતો. આ સાથે પરેશ શાહ ગઇકાલના ઝડપાયેલા ગોપાલ શાહનો સંબંધી હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે, દુર્ઘટનાની ફરિયાદમાં પોલીસ દ્વારા પરેશ શાહનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. કોટિયા પ્રોજેક્ટ્સના ડિરેક્ટર તરીકે પણ પરેશ શાહનું નામ નહોતું. આ તરફ ફરિયાદમાં આખરે લોકોનો રોષ અને વિવાદ બાદ પરેશ શાહ હાજર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલ ના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા