આપણે બધા જાણીએ જ છીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 ની નોટ પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાતની ઈફેક્ટ પેટ્રોપ પંપ જોવા મળી રહી છે. દેશના અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો દ્વારા આ મૂલ્યની નોટોની ચૂકવણી બાબતમાં ઓછામાં ઓછો પાંચ ગણો વધારો થઈ ગયો છે. પેટ્રોલ પંપ સંચાલકોના સંગઠનના ટોચના અધિકારી દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે.
આ બાબતમાં ગુજરાત ડિલર એસોસિયેશનના અરવિંદભાઈ ઠક્કર દ્વારા એક પ્રેસનોટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફ થી 2000 ની નોટ માટે જે ૧૯ તારીખના ના રોજ સુચના જાહેર કરવામાં આવી છે તે મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના તમામ પેટ્રોપ પંપ પર કોઈ પણ ગ્રાહક પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વાગે ખરીદવા માટે આવશે અને 2000 રૂપિયાની નોટ આપશે તો તેનો અમારા દ્વારા સ્વીકાર કરવામાં આવશે. અમારા દ્વારા સરકારના નિયમનું પાલન કરવામાં આવશે. તેના લીધે ગ્રાહકોને અમારા તરફથી કોઇપણ મુશ્કેલી પડશે નહીં.
તમને જણાવી દઈએ કે, સરકારના આ નિર્ણય બાદ ગુજરાતમાં પેટ્રોલપંપ પર દિવસની 40 નોટો આવતી હવે 500 સુધી પહોંચી ગઈ છે. તેના લીધે ગુજરાતમાં પેટ્રોલ પંપ સંચાલકોની હાલત ખરાબ થઈ ઘણી જગ્યાએ પાટીયા લાગી ગયા હતા કે, 500 થી ઓછું પેટ્રોલ પૂરાવવું હશે તો 2000 ની નોટ ચાલશે નહીં. કેમકે આટલા બધા છૂટા લાવવા તે મોટી સમસ્યા રહેલી છે. ગ્રાહકો દ્વારા 200 નું પેટ્રોલ ભરાવવા માટે પણ 2000 ની નોટ આપવામાં આવી રહી છે. તેને લઈને સતત વિવાદો ઉભા થઈ રહ્યા હતા. એવામાં હવે ગુજરાતમાં પેટ્રોલ પંપ સંચાલકોના સંગઠન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લીધે 2000 ની નોટ વટાવી લોકો સરળ પડશે.