કેનેડામાં ચૌધરી પરિવાર ના મોત મામલે થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જાણીને તમે પણ થઈ જશો ચકિત…
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના ચૌધરી પરિવાર થોડા મહિના પહેલા કેનેડા ફરવા માટે ગયો હતો. જ્યારે કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો તેને પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન અમેરિકામાં ઘુસતા પહેલા જ બોટે પલટી ખાઈ લીધી હતી. તેના લીધે પરિવારના ચારેય સભ્યોના મોત નીપજ્યા હતા. જ્યારે આ કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે.
આ કેસમાં મહેસાણા પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મૃતક પ્રવિણ કુમાર ના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણ એજન્ટોના નામ લેવામાં આવ્યા હતા. તેના વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમેરિકામાં સ્થાયી થવા માટે મહેસાણાના માણેકપુરાના ચૌધરી પરિવાર દ્વારા 11 લોકો પાસેથી લઈને 60 લાખની રકમ ઉઘરાવવામાં આવી હતી. ત્યાર બાદ આ રકમ વિદેશ મોકલતા એજન્ટોને આપવામાં આવી હતી. જેમાં નક્કી કરાયું હતું કે, પરિવારને ટેક્સી મારફતે અમેરિકા લઈ જવાશે પરંતુ તેવું બની શક્યું નહોતું. એજન્ટો દ્વારા પરિવારને કેનેડા પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ પરિવારને બોટ દ્વારા અમેરિકા લઇ જવા માટે બેસાડવામાં આવ્યા હતા. પરંતુ સેન્ટ લોરેન્સ નદીમાં બોટના પલટી ખાતા સમગ્ર ચૌધરી પરિવાર મોતને ભેટ્યો હતો. ચૌધરી પરિવારના મૃત્યુના એક મહિના બાદ પોલીસ દ્વારા ત્રણ એજન્ટો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કેનેડામાં પરિવાર સાથે મોતને ભેટેલા પ્રવીણ ચૌધરીના નાના ભાઈ અશ્વિન ચૌધરી દ્વારા પોલીસ રિપોર્ટમાં મોટી જાણકારી આપવામાં આવી છે. તેમને કહ્યું છે કે, પ્રવીણ ચૌધરી તેના પરિવાર સાથે ત્રણ ફેબ્રુઆરીના રોજ ટુરિસ્ટ વિઝા પર કેનેડા ગયેલા હતા. જ્યારે નિકુલ સિંહને ચૌધરી પરિવારના કેનેડા જવાની જાણ થઈ તો તેમને કહ્યું કે, જો તેઓ પણ અમેરિકા જવા ઈચ્છતા હોય તો તેમને તે મોકલી દેશે. તેના માટે વ્યક્તિદીઠ 15 લાખ રૂપિયાની ચુકવણી કરવી પડશે. એવામાં પ્રવીણ ચૌધરી દ્વારા તેના સંબંધીઓ અને સોનું ગીરવે મૂકીને નિકુલ સિંહને 60 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
જ્યારે ટેક્સીના બદલે ચૌધરી પરિવારને બોટ દ્વારા લઇ જવું ભારે પડ્યું હતું. કેમકે સેન્ટ લોરેન્સ નદીમાં બોટના પલટી ખાતા સમગ્ર ચૌધરી પરિવાર મોતને ભેટ્યો હતો. અશ્વિન ચૌધરીના મોટા ભાઈ પ્રવિણ ચૌધરી, તેમની પત્ની દક્ષાબેન, પુત્રી વિધિ અને પુત્ર મીતનું આ દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું હતું.