AhmedabadGujarat

ટામેટાના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, ગુજરાતમાં આ ભાવે મળશે થોડા દિવસોમાં ટામેટા….

રાજ્યમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે શાકભાજીના ભાવ લોકોને રોવડાવી રહ્યા છે. કેમકે દરેક શાકભાજીમાં તોતિંગ વધારો થયો છે. તેમાં પણ ખાસકરીને ટામેટાનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેના લીધે ટામેટા ખરીદવા માટે લોકોને ભારે કિંમત ચુકવવી પડી રહી છે. જ્યારે હવે ટામેટાના વધતા ભાવને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના ખાદ્ય અને ઉપભોક્તા બાબતના મંત્રાલય દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફોરમ ને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટા ખરીદીને જે વિસ્તારમાં વધુ ભાવે વેંચવામાં આવી રહ્યા છે તે જથ્થાને ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ બાબતમાં મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી ટામેટાનો પુરવઠો લાવવામાં આવી રહ્યો છે. દિલ્હી અને નજીકના શહેરોમાં હિમાચલ પ્રદેશ અને કર્ણાટકથી જથ્થો પ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રથી થોડા સમયમાં જ નવા પાકની અપેક્ષા રહેલી અને મધ્યપ્રદેશમાં પણ નવા પાકની શક્યતા રહેલી છે. આ જગ્યાએ આવ્યા બાદ ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળશે.