GujaratRajkotSaurashtra

માતા-પિતા દીકરીના લગ્નની તારીખ નક્કી કરે તે પહેલા જ દીકરીએ જીવન ટુકાવ્યું, જાણો એવું તો શું બન્યું?

રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે એવા જ એક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેનાર ભૂમિકા કિરણભાઈ સુવાડિયા નામની યુવતી દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું છે. તેના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

 

જાણકારી અનુસાર, ભૂમિકાની વાત કરીએ તો તે ત્રણ બહેન એક ભાઈમાં સૌથી નાની હતી. એવામાં ગઈકાલના તેમના પિતા વિરમગામ પાસે દર્શન કરવા માટે ગયેલા હતા અને માતા મંગળવારીમાં કપડા વેચવા માટે ગયેલી હતી. જ્યારે ભાઈ નોકરીએ ગયેલો હતો. પરંતુ આ દરમિયાન ભૂમિકા દ્વારા જીવનનો અંત લાવી દીધો હતો.

 

તમને જણાવી દઈએ કે, કામકાજ બાદ ભૂમિકાનો ભાઈ ઘરે આવ્યો તે સમયે તેને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કેમકે તેની બહેન ભૂમિકા ગળેફાંસો ખાઈને લટકતી હાલતમાં જોવા મળી હતી. ભૂમિકાએ સાડી વડે ગળે ફાંસો ખાવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, તાજેતરમાં તેની સગાઈ કરવામાં આવી હતી અને એક વર્ષ બાદ તેના લગ્ન પણ નક્કી કરવાના હતા. પરંતુ તે પહેલા ભૂમિકા દ્વારા આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.