South GujaratGujaratSurat

સુરતના ઉઘના વિસ્તારમાં બંધ મકાનમાંથી યુવતી-યુવતીના મળી આવ્યા મૃતદેહ, પોલીસ થઈ દોડતી…

સુરતના સરથાણામાં પોલીસના વિડીયો વાયરલ થવા બાબતમાં મોટી જાણકારી સામે આવી છે. વાયરલ વિડીયોને લઈને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જાહેર રોડ પર ઝઘડો થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પતંગની દોરી ખરાબ નીકળતા દોરી બનાવનારા અને ગ્રાહક વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

તેની સાથે વધુમાં જણાવી કે, આ બબાલનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. મેહુલ બોઘરા દ્વારા બીજો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ACP એ દ્વારા જણાવવામાં આવ્યું કે, પોલીસની બદનામી થાય તે રીતનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કોઈ તથ્ય રહેલ નથી. વધુમાં જણાવી દઈએ કે, વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, ઉત્તરાયણના પર્વ પર એક ગ્રાહક અને પતંગના સ્ટોલ વચ્ચેની તકરાર જોવા મળતા તેમાં પોલીસ દ્વારા સમાધાન કરાવવામાં આવી રહ્યું હતું. તેના પછી આ મામલાનો એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા એક વિડીયો બનાવવામાં આવે છે. ત્યાર બાદ બાદ આ મુદ્દે મેહુલ બોઘરા દ્વારા ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યાનો પોલીસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. એવામાં આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.