સુરતમાં બાથરૂમમાં પડી જવાથી મહિલાના મૃત્યુ મામલે આવ્યા મોટા સમાચાર, હત્યા તેના પતિએ જ કરી….
સુરત શહેરથી વિચિત્ર મામલો સામે આવ્યો હતો. સુરતના છાપરાભાઠા વિસ્તારમાં 29 વર્ષીય મહિલાનું બાથરૂમમાં પડી જવાના લીધે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં માયાબેન ઘનશ્યામભાઈ કુમાવતનું મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતમાં સાસરી પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બાથરૂમમાં પડી જવાના લીધે તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પિયર પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, પતિ દ્વારા તેની પત્નીની હત્યા કરવામાં આવી છે. તેની સાથે હવે આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. પત્નીની હત્યા પતિ દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સુરતના છાપરાભાઠા વિસ્તારમાં થયેલ મહિલાના મૃત્યુને લઈને જાણકારી સામે આવી છે કે, તેના પતિ દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા પતિની પૂછપરછ કરતા પત્નીની હત્યા કર્યાની કબૂલાત પતિ દ્વારા કરી લેવામાં આવી હતી. જાણકારી સામે આવી છે કે, ઝપાઝપી અને ગળું દબાવ્યા બાદ બોથડ પદાર્થ વડે હુમલો કરી તેને પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ પરણીતા પતિથી અલગ રહેતી હતી અને તેને ત્રણ દિવસ પહેલા જ તેનો પતિ સુરત લઈને આવી ગયો હતો. પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. મૃતકની હત્યાને લીધે શંકા જતા અમરોલી પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.