GujaratAhmedabad

કેનેડા બોર્ડર પર ચાર ગુજરાતીઓના મોત મામલે આવ્યા મોટા સમાચાર, આ પરિવારને કેનેડા મોકલનાર એજન્ટ કેનાડામાં ફરતો જોવા મળ્યો

કલોલનાં ડીંગુંચા ગામનાં એક જ પરિવારના ચાર લોકોના કેનેડા-યુએસ બોર્ડર પર મૃત્યુ નીપજ્યા હતા. આ મામલાને લઈને સતત નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ડીંગુંચા પરિવાર કેનેડાના માનિટોબામાં ઠંડીમાં થીજી જવા લીધે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. એવામાં જાણકારી સામે આવી છે કે, કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરેન્ટોમાં ફરતો હોવાનુ્ં સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યો કેનેડા-યુએસ બોર્ડર પર થીજી જવાના લીધે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ પરિવાર કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરી રહ્યો હતો. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના લીધે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મહત્વની વાત એ છે કે, ડીંગુચાનો પરિવાર પહેલા દુબઈ ગયો અને ત્યાર બાદ ટોરેન્ટો ગયો હતા. તેમ છતાં વીનીપેગમાં ઠંડી હોવાના લીધે બાળકોને ઠંડી લાગવાથી તેમના મૃત્યુ નીપજ્યા હતા. તેની સાથે તપાસમાં સામે આવ્યું છે કે, વીનીપેગ ખાતે એજન્ટો આ પરિવારને છોડી ચાલ્યા ગયા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે, આ અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદમાં વધુ બે ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ બંને ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ 10 વર્ષથી એજન્ટ હોવાની જાણકારી સામે આવી છે. આ સાથે આ ઇસમો દ્વારા વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દેવામાં આવ્યા હતા. તેની સાથે તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, 11 લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા આ લોકો દ્વારા મોકલવામાં આવ્યા હતા.