Gujarat

ગિરની નહિ પણ પોરબંદરની કેસર કેરીની ઉઠી માંગ, જાણો શુ છે બોક્સનો ભાવ

ઉનાળાની ઋતુ હોય એટલે ફ્રૂટ બજારમાં બધાની પ્રિય એવી કેરી જ કેરી જેવા મળતી હોય છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કુલ 15 હજાર કરતા પણ વધુ કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે. આ વર્ષે પણ ગયા વર્ષની જેમ જ ગીરની કેસર કેરીની સાથો સાથ પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની આવક તેમજ માંગ બજારમાં વધુ જોવા મળી રહી છે. પોરબંદર માર્કેટ યાર્ડમાં ગીરની કેસર કેરીની સરખામણીએ પોરબંદર જિલ્લાની સ્થાનિક ખંભાળા, બીલેશ્વર સહિતના ગામોની કેસર કેરીની આવક તેમજ માંગ બજારમાં વધુ જોવા મળી રહી છે.

કેરીના એક વેપારીએ જણાવ્યું હતુ કે, પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 15 હજાર કરતા પણ વધુ કેસર કેરીના બોક્સની આવક છે. ખાસ કરીને પોરબંદર જિલ્લાના સ્થાનિક બીલેશ્વર,ખંભાળા અને કાટવાણામાંથી કેરીની આવક ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે. એક બાજુ ગિરની કેસર કેરીના બોક્સના ભાવ 100 થી 500 છે તો પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીના બોક્સના ભાવ 200 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી ભાવ છે.

નોંધનીય છે કે, ઉનાળાની ઋતુ શરૂ થાય ત્યારથી જ નાના બાળકોથી લઈને વડીલો સૌ કોઈ કેમ કે કેરી એ સૌને પ્રિય છે. આપણે ત્યાં હિન્દૂ સંસ્કૃતિમાં ભીમ અગિયારસના પર્વ પર લોકો અચૂક કેરી ખાતા હોય છે. ત્યારે આ હવે ભીમ અગિયારસ અવવાને માત્ર બેથી ત્રણ દિવસ બાકી રહ્યા હોવાથી ગ્રાહકો મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ કેરીની ખરીદી માટે આવતા જોવા મળી રહ્યા છે.