સુરતના સાહસિકોએ ગરવી ગુજરાતનું વધાર્યું ગૌરવ
છેલ્લા 5 વર્ષથી સુરતીઓમાં પર્વતારોહણનો ખૂબ વધારે ક્રેઝ જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરતીઓ એવરેસ્ટ ટ્રેકિંગ કરવાનું લોકો ખૂબ જ પસંદ કરે છે. જોકે એવરેસ્ટનું ટ્રેકિંગ કરવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. ખૂબ જ ઓછા લોકો હોય છે જે આ કરી શકે એમ હોય છે. ત્યારે 7 સુરતીઓએ આ વખતે એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર 7 સુરતીઓમાંથી 1 એવા ધર્મેન્દ્રભાઈ સવાણી નામના વ્યક્તિએ પોતાની આ સાહસિક સફર અંગે વાત કરી અને જણાવ્યું કે, જીવનમાં જ્યારે નક્કી કર્યું કે સાહસ ખેડવુ છે ત્યારે મને એવરેસ્ટ બેઝ કેમ્પ અંગે જાણકારી મળી હતી. આ કેમ્પને સફળતા પૂર્વક પૂર્ણ કરીશ તેવા દ્રઢ નિર્ધાર સાથે મેં મારા આ સાહસિક સફરની શરૂઆત કરી હતી. મારી સાથે સુરતના બીજા 5 તેમજ એક અમદાવાદ અને પુણેથી એક-એક ટ્રેકર હતા. અમે સૌ કાઠમંડુથી રામાચીપ રોડ મારફતે પહોંચ્યા હતા. ત્યાંથી ફ્લાઇટ મારફતે લુક્લા ખાતે પહોંચવાનું હતું. જેનું અંતર ખૂબ વધારે નહીં પરંતુ માત્ર 15 મિનિટ જેટલું જ હતું. પરંતુ ખરાબ વાતાવરણને લીધે ફ્લાઇટને ઉડાન ભરવા ઘણા કલાકો વિતી ગયા હતા. આખરે કલાકો સુધી રાહ જોયા પછી અમારી ફલાઇટે ઉડાન ભરી અને માત્ર 15 મિનિટમાં લુકલા પહોંચ્યા હતા. અહીંથી અમારા સૌની બેઝ કેમ્પ સુધીની સાહસિક ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી. અમને પહેલવાથી જ જાણ હતી મેં આ ટ્રેકમાં અનેક પડકારો આવશે. આખરે અમે સૌએ સાથે મળીને ટ્રેકિંગની શરૂઆત કરી અને પછી દુર્ગમ પહાડી રસ્તાઓ પર સતત આગળ વધતા ગયા.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે દરરોજ 10 થી 12 કલાક ટ્રેકિંગ કરીને માંડ 10 થી 12 કિમી જેટલું અંતર કાપી શક્તા હતા. આટલું અંતર કાપ્યા બાદ અમે રાત્રિ રોકાણ કરતા અને પછી અને સવાર પડે એટલે ફરીથઈ અમે ટ્રેકિંગ શરૂ કરતાં હતાં. આમ અમે અનેક પડકારોનો સામનો કરીને કુલ 5364 મીટર અંતર કાપીને નવ દિવસે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા. જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય અમે સૌએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
નોંધનીય છે કે, ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટના હબ તરીકે ઓરખ્યાત સુરત હવે તરીકે ઓળખાતું સુરત હવે એડવેન્ચરમાં પણ પોતાની નામના મેળવી રહ્યું છે. આત્યંતિ કઠિન, મુશ્કેલ તેમજ પડકારોથી ભરપૂર એવઆ એવરેસ્ટ બેઝનો સાહસિક સફર કેમ્પ સુરતનાં 6 અને અમદાવાદ તેમજ પુણેના 1-1 વ્યક્તિએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ કેમ્પમાં ભાગ લઈને સફળતા પ્રાપ્ત કરીને અમદાવાદ અને સુરતના સહસિકોએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.