GujaratAhmedabad

યુવતીના પ્રેમલગ્નથી ઉશ્કેરાયેલા પરિવારના લોકો યુવકના ઘરે પહોંચ્યા અને…

પ્રેમ લગ્નનને કારણે ઘણી વખત પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીના પરિવારજનો ના કરવાનું કરી બેસતા હોય છે. આવું જ કંઈક કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા ખાતે વિજપાસર નામના ગામે સામે આવ્યું છે. જ્યાં યુવતીના પ્રેમલગ્નથી ઉશ્કેરાઇ ગયેલા તેના ઘરના લોકોએ યુવકના ઘરમાં ઘુસી જઈને યુવકની માતાને જીવતી સળગાવી દીધી હતી. ત્યારે આ મહિલાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ભુજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. નખત્રાણા પોલીસે હાલ રો આ સમગ્ર મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણા તાલુકાના વિજપાસર નામના ગામ ખાતે રહેતા હેમંત પરબતભાઈ ચારણીયાને નાના કાદિયા નામના ગામે રહેતી રિધ્ધિ આશિષભાઈ ઊર્ફે બાબુલાલ શેખા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હોવાથી તેઓ લગ્ન કરવા માંગતા ગત. પરંતુ યુવતીના પરિવારજનોને આ બંનેનો પ્રેમસબંધ મંજુર નહતો. યુવતીના પરિવારજનોનો વિરોધ હોવા છતાં ત્રણ મહિના પહેલા બન્ને યુવક યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાં હતા. યુવક અને યુવતીને ડર હતો કે યુવતીના પરિવારજનોને તેમના પ્રેમલગ્નની જાણ થશે તો ભારે વિરોધ થશે તેથી બંને જણા ગતરોજ નખત્રાણા પોલીસ મથકે પહોંચ્યાં હતા. બંને જણે પોલીસને તેમના પ્રેમલગ્ન અંગે જાણ કરી તેમજ તેમના પર ખોટાં કેસ થવાની અને તેમના પરિવારજનો દ્વારા બંનેને જુદા કરી દેવાની વાત વર્ણવી હતી. ત્યારે રિધ્ધિની માતા, તેનો ભાઈ, તેની બે બહેનો સહિત અંદાજે 15 જેટલા લોકો હેમંતના ઘરે પહોંચ્યા હતા અને હેમંતની 45 વર્ષની ઉમરનીના માતા રાધાબેન તેમજ દાદા મેઘજીભાઈ સાથે ધોકાથી મારકૂટ કરી હતી. પ્રેમ લગ્નથી ઉશ્કેરાયેલા યુવતીના પરિવારના લોકોએ યુવકના માતા રાધાબેનની હત્યા કરવાના હેતુથી તેમના પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દેતાં તેઓ બળવા લાગ્યા હતા. ત્યારપછી તે લોકોએ બધાને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતાં. યુવકના માતા રાધાબેન ખૂબ જ ગંભીર રીતે બળી જતા તેમને તાત્કાલિક અસરથી ભુજની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સમગ્ર મામલે યુવકના ભાભી અંજનાબેન સચિન માધડે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ત્યારે નખત્રાણા પોલીસે ફરિયાદના આધારે યુવતી રિધ્ધિના દાદી રતનબેન કાનજીભાઈ શેખા, તેની માતા નર્મદાબહેન, જયશ્રીબેન કાનજીભાઈ શેખા અને રિધ્ધીની બહેનો જાગૃતિ અને જહાન્વી, જયશ્રીની બહેન, ભાઈ હાર્દિક અને બીજા સગાં-સંબંધી તેમજ બીજા અજાણ્યા ત્રણ-ચાર લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.