વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં પોલીસ દ્વારા સૌથી પહેલા ૧૮ ગુનેગારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં છ ની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં અત્યાર સુધીમાં કુલ 14 પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એવામાં આજે પોલીસ દ્વારા આ ઘટનામાં જવાબદાર વધુ બે ભાગીદારોની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે ગોપાલ શાહ અને પરેશ શાહના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કૂલ 21 જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં લેકઝોનમાં બોટ ભાડે આપનાર અલ્પેશ ભટ્ટનુ નામ તપાસમાં સામે આવતા તેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેના સિવાય સમગ્ર ઘટના કંઇ રીતે ઘટી તે અંગેની તપાસ અર્થે એફ.એસ.એલ (FSL) રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હતી. ફોરેન્સ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, બોટમાં કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડતા દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના ઓવર વેટના લીધે ઘટી છે. જ્યારે બાળકોને લાઇફ જેકેટ પહેરાવવામાં ના આવ્યું હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, હરણી લેકઝોન દુર્ઘટનાના જવાબદારો પૈકીના દિપેન હિતેન્દ્ર શાહ અને ધર્મીલ ગીરીશ શાહ મુંબઇથી વડોદરા ખાતે વકીલને મળવા માટે આવ્યા હોવાની જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ હતી. તેના લીધે પોલીસ દ્વારા આ બન્નેને ચકલી સર્કલ પાસેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. સમગ્ર હની બોટ કાંડ બાબતમાં FSL નો રિપોર્ટ સામે આવ્યો છે બોટ ઓવાર વેટ ના લીધે ડૂબી તેમજ બાળકોને લાઇવ જેકેટ પહેરવામાં આવ્યા નહોતા. તેના લીધે બાળકોના મૃત્યુ થયા છે તેવા ખુલાસા સામે આવ્યા છે. બંને આરોપીઓના લેક ઝોન ખાતે પાંચ ટકા એટલે કે 10 % ના ભાગીદાર રહેલ છે. જયારે ફરાર બીજા ચાર આરોપીને 70 ની કલમ હેઠળ તેઓને પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
તેની સાથે આરોપી ક્રોસ પૂછપરછ તેમજ સાથે રાખીને પણ વધુ પૂછપરછ કરવામાં આવી છે. આ મામલામાં ઈલેશ જૈન અને પરેશ જૈન દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો હતા. સમગ્ર બાબતમાં કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ ઇન્ટરનેટ ઇન્કવાયરી કરાઈ રહી છે તમામ ઇન્ટર્નલ ઇન્કવાયરી બાદ કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવશે. તેમજ ફરાર 4 આરોપીની તપાસ ચાલી રહી છે.