પરીક્ષા આપીને ઘરે જઈ રહેલી યુવતીને સબંધીએ એકલામાં મળવા બોલાવી અને પછી…
સુરત શહેરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલ એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હવે આ કિસ્સામાં ચોંકાવી નાખે તેવો ખુલાસો સામે આવ્યો છે. કેસમાં ખુલાસો થયો છે કે યુવતીએ આપઘાત નહતો કર્યો પરંતુ તેની હત્યા કત્વમાં આવી હતી. નોંધનીય છે કે, યુવતીની લાશ જે રીતે મળી આવી હતી તે જોતા જ શંકા જતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલી તાલુકાના મોરી નામના ગામેલ ખાતે ગૌચરમાં આવેલા એક બાવળના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. માંડવી તાલુકાના પુના નામમાં ગામ ખાતે વસવાટ કરતી ઉર્વશી નવીનભાઈ ચૌધરી નામની યુવતી રવિવારના રોજ રાજ્યમાં યોજાયેલી જુનિયર કલાર્કની પરીક્ષા આપવા માટે સુરત ગઈ હતી. જે પછી સાંજના સમયે બારડોલી તાલુકાના ઊછરેલ મોરી ગામ નજીક એક બાવળના ઝાડ પર ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. પરંતુ ઝાડની લંબાઇ તેમજ યુવતીની લંબાઈ જોતા શંકા ઉપજી હતી. અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, મૃતક યુવતીને તેના જ નજીકના એક સંબંધીએ તાપી નદીના કિનારે મુલાકાત માટે બોલાવી હતી. ત્યાં હાજર પ્રથમ પ્રેમી તેમજ સંબંધી એમ બે યુવકે આ યુવતીને ખાંસીની દવામાં ઝેર નાખીને આપી અને તેબી બેભાન કરી હતી. ઉર્વશી બેભાન થઇ ગયા પછી બંને યુવકોએ યુવતીને ગળે ફાંસો આપીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ પછી કોઇને શંકા ન જાય તે માટે બંને આરોપીઓએ યુવતીની લાશને બાવળના ઝાડ સાથે લટકાવીને યુવતીએ આપઘાત કર્યો હોય તેમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસ હજુ આગળ વધુ તપાસ કરી રહી છે. તેમજ હજુ આ કેસમાં ઘણાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે તેમ છે.