AhmedabadGujarat

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રીએ સૌને મોહી લીધા

76 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત બીજા વર્ષે કચ્છી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર ચમકી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એકમાત્ર પ્રતિનિધી તરીકે કોમલ ઠક્કર ત્યાં હાજર રહી હતી. પોતાના ટ્રેલબ્લેઝિંગ સ્ટેટસને કોમલ ઠક્કરે મજબૂત બનાવ્યું હતું. કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મંચ પર હું ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ, મારા દેશ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું તે બદલ હું ખૂબ જ ગૌરવ અનુભવું છું.

ઉલ્લેખનીય છે કે, કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેરેલ ઉત્કૃષ્ટ ગાઉનને ડિઝાઇન ઈસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે કર્યો છે. લંડનની મોના ફાઈન જ્વેલરી દ્વારા કોમલ ઠક્કરની જ્વેલરી બનાવવામાં આવી છે. તો ભારતીય ડિઝાઈનર એવા નિકિતા ઠક્કર દ્વારા બીજો એક જુદો જ લુક ડિઝાઇન કરવામાં આવ્યો છે. કોમલ ઠક્કર એક નિર્વિવાદ પ્રતિભા છે. નોરંજન ઉદ્યોગમાં કોમલ ઠક્કરે એક પ્રચંડ શક્તિ સ્થાપિત કરી છે.

તમને જણાવી દઈએ કે, કોમલ ઠક્કર પ્રથમ ગુજરાતી અભિનેત્રી છે જેને કાન્સમાં વોક કર્યું છે. લાખો લોકોમાં ભાગ્યે જ મળે તેવી ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક કોમલને મળી છે. કોમલ ઠક્કરને આ તક મળતા ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જગતનું નામ ફરી એક વાર સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે.

નોંધનીય છે કે, બોલિવૂડ અભિનેત્રી એવી અદિતિ રાવ હૈદરી, દીપિકા પાદુકોણ, ઉર્વશી રાઉતેલા, અને નરગીસ ફખરીએ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ પર ફરી એકવાર પર પોતાનો ખૂબસૂરત લુક બતાવ્યો હતો.