પ્રેમ સંબંધ રાખવા માટે વિધર્મી પહોંચી ગયો યુવતીના ઘરે અને પછી
ઘણી વખત લોકો પ્રેમ સંબંધને જબરજસ્તી ટકાવી રાખવા માંગતા હોય છે. અને તેને કારણે ઘણી મોટી સમસ્યા ઉભી થતી હોય છે. ત્યારે સુરતમાં આવું જ કંઈક સામે આવ્યું છે. જ્યાં એક યુવતી અને વિધર્મી યુવક બંને એકબીજાને પ્રેમમાં પડ્યા હતા. અને પછી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી તો યુવક તેને સબંધ રાખવા માટે સતત દબાણ કર્યા કરતો હતો. જેથી આ સમગ્ર મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના નાનપુરા ખાતે વસવાટ કરતી અને ચૌટા બજારમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતી 22 વર્ષની ઉંમરની એક યુવતીએ અમરોલી કોસાડ આવાસમાં વસવાટ કરતા ઇબ્રાહીમ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીની બાજુમાં જ આવેલ ચપ્પલની દુકાનમાં ઇબ્રાહિમ નોકરી કરતો હતો. યુવતી અને ઇબ્રાહિમ બંને એકબીજાને મિત્ર બન્યા અને પછી બંને એકબીજાને પ્રેમમાં પડ્યા હતા. તે દરમિયાન ઈબ્રાહીમ યુવતી સાથે આવરનવાર કોઈને કોઈ વાતને લઈને સતત ઝઘડો હતો. તેથી યુવતીએ ઇબ્રાહિમનો ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો: મહિલાની જીભ કાળી થઇ ગઈ અને ઉગ્યા વાળ, જોઈને ડોક્ટરો પણ ધ્રુજી ગયા
નોંધનીય છે કે, ઇબ્રાહિમ સતત યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. એક દિવસ તો ઇબ્રાહિમ યુવતી જ્યાં નોકરી કરતી હતી તે જવેલર્સની દુકાને પહોંચી ગયો હતો. અને યુવતીને કહેવા લાગ્યો કે મારો ફોન ઉપડતી કેમ નથી અને પછી ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગભરાઈ ગયેલી યુવતી ત્યાંથી તરત જ પોતાના ઘરે જતી રહી હતી. વિધર્મી યુવક આટલેથી ના અટકીને તે યુવતીના ઘરે પણ પહોંચી ગયો હતો. અને ત્યાં જઈને ધમકી આપવા લાગ્યો કે હું તને નહિ જીવવા દઉં, હું તને જાનથી મારી નાખીશ. ત્યારે વિધર્મી યુવકની આવી ધમકીને કારણે યુવતીએ આખરે અઠવા પોલીસને આ સમગ્ર મામલો જણાવ્યો અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી છે. અને વધુ પૂછપરછ હાથ ધરી છે.