તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ મોંઘવારી પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. તહેવારમાં ગુજરાતીઓ ઘરે નવી નવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. અને તહેવારની મજા માણતા હોય છે. પરંતુ તેલના વધતા ભાવ ગુજરાતીઓની તહેવારની મજા બગાડી શકે છે. કારણ કે ખાદ્ય તેલના ભાવમાં થઈ રહેલ વધારાને કારણે ફરસાણના ભાવોમાં પણ ધરખમ વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, હવે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા અનેક તહેવારો દિવસેને દિવસે નજીક આવી રહ્યા છે. આ તહેવારોમાં ગુજરાતીઓ નવી નવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે અને તહેવારની મજા માણતા હોય છે. પરંતુ જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ ખાદ્ય તેલના ભાવ પણ સતત વધતા જઈ રહ્યા છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તો તહેવાર માં નવી નવી વાનગીઓ બનાવવું તો ઠીક પણ ખાવા માટે સિંગતેલ ખરીદવું પણ હવે મુશ્કેલ બન્યું છે.
નોંધનીય છે કે, હાલ 3100 રૂપિયા કરતા પણ વધારે કિંમતે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે ફરસાણના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. આમ તહેવારો પહેલા આ રીતે ખાદ્યતેલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો સિંગતેલ ખરીદવુ જ મુશ્કેલ બન્યું છે. જેને જોતા લાગી રહ્યું છે કે ખાદ્યતેલમાં થયેલો ભાવવધારો એ ગરીબ અને મધ્યમ વર્ગનો તહેવાર ફિક્કો બનાવશે.