India

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની લેટેસ્ટ તસવીરો સામે આવી

Ayodhya: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 2024માં રામ મંદિરને ભક્તો માટે ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષના અંત સુધીમાં મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, એવી આશા છે કે તે પહેલા મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. ભગવાન રામ ને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે.

અયોધ્યામાં બની રહેલા ભગવાન રામ ના દિવ્ય મંદિરની તાજી તસવીરો સામે આવી છે, જેમાં મંદિરના દેખાવનો અંદાજ લગાવી શકાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્વિટર હેન્ડલ પરથી નવી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. તસવીરો સાથે લખવામાં આવ્યું છે કે, “ભગવાન શ્રી રામલલાનું દિવ્ય મંદિર હવે કરોડો રામ ભક્તો દ્વારા સદીઓથી ચાલી રહેલા સતત સંઘર્ષની પરાકાષ્ઠા તરીકે આકાર લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જય શ્રી રામ!”

આ પણ વાંચો: ડમી કાંડ કેસમાં યુવરાજસિંહ બાદ તેમના સાળાની સુરતથી કરાઈ ધરપકડ

જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વિકાસના કામો પૂર્ણ કરવા માટે અહીંના કર્મચારીઓ 3 શિફ્ટમાં કામ કરી રહ્યા છે. લખનૌ-અયોધ્યા હાઈવેને જોડવા માટે શ્રી રામ પથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિરનું 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિરની જે તાજેતરની તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. રામ મંદિરને તેનું સ્વરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. બાંધકામમાં મોટી સંખ્યામાં કારીગરો રોકાયેલા છે.

આ પણ વાંચો: Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ પૈસા વિશે કહ્યું આટલું, આ કામ કરશો તો ધનવાન જ રહેશો

રામલલાના દર્શન કરવા લાખો-કરોડો ભક્તો મંદિરે જશે. રામ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગી સરકાર ખાસ રસ્તાઓ પણ બનાવી રહી છે. અહીં રસ્તો એવી રીતે બનાવવામાં આવી રહ્યો છે કે ગમે તેટલી ગરમી હોય પણ તેના પર ચાલનારાના પગ બળે નહીં.રાજ્યમાં પ્રથમ વખત આવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે.

રસ્તામાં આવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી રસ્તો ઠંડો રહેશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનશે ત્યારે દરરોજ એક લાખ ભક્તો રામ મંદિરના દર્શન કરશે અને 2047 સુધીમાં વાર્ષિક 10 કરોડ ભક્તો અયોધ્યા પહોંચશે.

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યામાં મહિલાએ પોતાના પ્રેમીને લઈને કર્યો મોટો ખુલાસો