હરણી બોટ દુર્ઘટનાને લઈને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેને લઈને સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. એવામાં હરણી લેક હોનારતનો મુખ્ય સૂત્રધાર પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પરેશ શાહ કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ બુધવારના રોજ બપોરના ધાર્મિક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ દ્વારા હાજરી આપવામાં આવી હતી. તેની સાથે પરેશ શાહ ગઈકાલના ઝડપાયેલા ગોપાલ શાહનો સંબંધી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્નોંલેખનીય છે કે, દુર્ઘટનાની ફરિયાદમાં પોલીસ દ્વારા પરેશ શાહનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.કોટિયા પ્રોજેક્ટ્સના ડિરેક્ટર તરીકે પણ પરેશ શાહનું નામ નહોતું. એવામાં ફરિયાદમાં આખરે લોકોનો રોષ અને વિવાદ બાદ પરેશ શાહ હાજર થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે, વડોદરા હરણી લેક હોનારતનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. મહત્ની વાત એ છે કે, પોલીસ અને તંત્રને જાણ હતી કે, પરેશ શાહની વિકાસ કોન્ટ્રાક્ટમાં મુખ્ય ભૂમિકા રહેલી હતી. આ રીતે પોલીસને તમામ માહિતી હોવા છતાં ગુનો દાખલ કરવામાં આવ્યો નહોતો. આ તરફ ફરિયાદમાં આખરે લોકોનો રોષ અને વિવાદ બાદ પરેશ શાહ હાજર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, હરણી લેકમાં બોટ પલટી થઈ ગયા બાદ 12 બાળકો સહિત 14 લોકોનાં મૃત્યુ નીપજ્યા હતા.વડોદરા હરણી લેક હોનારતનો મુખ્ય સૂત્રધાર અંતે પોલીસની પકડમાં આવી ગયો છે. કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર પરેશ શાહ બુધવારના રોજ ધાર્મિક સંતની મધ્યસ્થીથી હાજર થયો હોવાનું આમે આવ્યું છે. આ સાથે હાલોલ-વડોદરા રોડ પરથી SIT દ્વારા પરેશ શાહને ઝડપી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં વકીલને મળવા બસમાં બેસી વડોદરા આવી રહેલો પરેશ શાહ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.