News

Meteorological Department forecast : કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી

Meteorological Department forecast: કેવું રહેશે આ વર્ષનું ચોમાસું? આ અંગે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આ અનુમાન વધુ સારું હોવાનું કહેવાય છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દેશમાં ચોમાસાની સિઝન સામાન્ય રહી શકે છે. એટલે કે યોગ્ય વરસાદ થશે, જેના કારણે ખેતીને વેગ મળશે.

IMDના રિપોર્ટ અનુસાર આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 96 થી 104 ટકા સામાન્ય વરસાદ થઈ શકે છે. આ વરસાદ આધારિત કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. સામાન્ય વરસાદને કારણે ખેતીની ઉપજમાં વધારો થશે. જેના કારણે લોકોને અનાજ અને શાકભાજીનો પુરવઠો સુચારૂ રહેશે. આ સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ કાચો માલ મળતો રહેશે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે.

અર્થશાસ્ત્રીઓના મતે જો આ વખતે અપેક્ષા મુજબ ચોમાસું સારું રહેશે તો જુલાઈથી શરૂ થતા ખરીફ પાકનું વિક્રમી ઉત્પાદન થઈ શકે છે.જો આમ થશે તો તે દેશ માટે ઓટો કંપનીઓથી લઈને એફએમસીજી કંપનીઓ માટે ફાયદાકારક રહેશે. જેના કારણે ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળી શકે છે અને લોકો સાથે નાણાંનો પ્રવાહ વધશે.

ચોમાસું સામાન્ય રહેવાની ધારણા હોવાથી રિઝર્વ બેન્ક મેનેજમેન્ટે પણ રાહતનો શ્વાસ લીધો છે. વાસ્તવમાં નબળા ચોમાસાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના પુરવઠામાં ઘટાડો અને મોંઘવારી વધવાની શક્યતા હતી. આના પર અંકુશ મેળવવા માટે આરબીઆઈ તેના વ્યાજ દરો વધારવાનું વિચારી રહી હતી. હવે તે તેના પ્લાનમાંથી પાછી ફરી શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, 8મી જૂને આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક થશે, જેમાં તે વ્યાજ દરોને લઈને પોતાનો નિર્ણય જાહેર કરશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે