રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ડબલ ઋતુ ચાલી રહી છે. કેમકે ભરઉનાળામાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના લીધે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. એવામાં રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે અમદાવાદમાં યેલો એલર્ટ પણ અપાયું છે. તેના લીધે ગુજરાતીઓને ફરીથી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજે પાટણ, મહેસાણા અને અમદાવાદના જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. તેના સિવાય સૌરાષ્ટ્રના જિલ્લાઓ સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદી બનવાની શક્યતા છે. તેના લીધે એક વાત સ્પષ્ટ છે કે, રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનો કહેર રહેલો છે.
તેની સાથે દાહોદ, તાપી, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદની આગાહી હવામન વિભાગે કરી છે. એવામાં દિવસ બાદ રાજ્ય ગરમીનો પારો વધશે. જ્યારે 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેવાની શક્યતા રહેલી છે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ અપાયું છે. એટલે કે, અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી જાય તેવી શક્યતા રહેલી છે.
તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં આકરામાં આકરી ગરમી પડશે. જ્યારે તેમણે ચોમાસાને લઈને પણ સારા સંકેતો આપ્યા છે. તેમણે પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા ચોમાસાના સારા સંકેત જોવા મળી રહ્યા છે.