GujaratSaurashtra

દરિયામાં ડૂબેલા યુવકને બચાવવા રાજુલાના ધારાસભ્ય તરવૈયાની સાથે દરિયામાં કૂદી પડ્યા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પટવા નામના ગામ નજીક આજ રોજ બપોરના સમય દરમિયાન દરિયામાં નાહવા માટે ગયેલા ચાર યુવકો ડૂબવા લાગ્યા હતા. જેથી યુવાનોએ બુમાબુમ કરી મુકતા સ્થાનિક લોકોએ ચારમાંથી ત્રણ યુવકોને  બચાવી લીધા હતા. અને એક યુવક  લાપત્તા થઇ ગયો હતો. તેથી તેની શોધખોળ કરવામાં આવી હતી. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક દરિયાકાંઠે પહોંચી ગયા હતા અને ત્યાં તેઓ પણ તરવૈયાની સાથે યુબકને શોધવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. બે કલાક સુધી શોધખોળ કર્યા પછી ગુમ થયેલા યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા તાલુકાના પટવા નામના ગામ નજીક આવેલા દરિયા કિનારે આજ રોજ કલ્પેશ શિયાળ, જીવન ગુજરિયા, નિકુળ ગુજરીયા અને વિજય ગુજરિયા નામના 4 યુવકો નાહવા માટે પડ્યા હતા. ત્યારે થોડા સમયમાં જ ચારેય યુવકો દરિયામાં ડૂબવા લાગ્યા હતાં જેથી તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. યુવકોની બુમો સાંભળીને ત્યાં હાજર સ્થાનિકો તરત જ દરિયામાં કુદયા અને ત્રણ યુવકોને બચાવી લીધા હતા. જો કે, એક યુવક ગુમ થઈ ગયો હતો.  રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને આ વાતની જાણ ઘટ જ તેઓ તાત્કાલિક દરિયાકાંઠે પહોંચ્યા હતા. અને તેઓ પણ તરવૈયાની સાથે મળીને ગુમ થયેલ યુવકને શોધવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. બે કલાક સુધી શોધખોળ કર્યા પછી ગુમ થયેલા યુવક જીવન ગુજરિયાનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

તમને જણાવી દઈએ કે, મોરબીમાં 7 મહિના પહેલા જ્યારે ઝૂલતો પુલ તૂટી પડ્યો અને 400 જેટલા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ત્યારે મોરબીના હાલના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ લોકોનો જીવ બચાવવા માટે   નદીમાં કૂદી પડ્યા હતા અને તેમાંથી શક્ય હતું એટલા લોકોનો તેમણે જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.