બે સંતાનોની માતાએ સોશિયલ મીડિયામાં યુવક સાથે કરી ફ્રેન્ડશીપ અને પછી
વલસાડ જિલ્લામાં બે સંતાનોની માતા એવી એક શિક્ષિકાને સોશિયલ મીડિયા પર એક અજાણ્યા શખ્સની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી ભારે પડી છે. ધરમપુર પાસે આવેલા એક ગામમાં વસવાટ કરતી બે સંતાનોની માતા શાંતાબેન (નામ બદલ્યું છે) શાળામાં શિક્ષિકા તરીકે નોકરી છે. વર્ષ 2020 માં કોઈ વિક્રમ સોલંકીના નામથી શાંતાબેનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે તેમણે સ્વીકારી અને બાદમાં બંને લોકો વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને જણા એકબીજા સાથે દરરોજ વાતો કરતા હતાં. ત્યારે યુવકે શાંતાબેનનો વિશ્વાસ જીતીને તેમનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો. દિવાળીના તહેવાર પર પર વિક્રમે શાંતાબેનને ગિફ્ટ તરીકે 2000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે પૈસા મોકલનારનું નામ તપાસતા વરદારામ જલારામ સોલંકી નામ સામે આવ્યું હતુ. ત્યારે શિક્ષિકાએ વેરિફાઈ કરવા માટે થઈને વિક્રમને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે રાજસ્થાનનો છે અને તેનું નામ વરદારામ છે. ઉપરાંત આ યુવકે જણાવ્યું હતું કે, તે પુણેમાં એક હોસ્પિટલના મેડિકલમાં કામ કરે છે.
આ દરમિયાન વિક્રમે આ શિક્ષિકાને પ્રેમ સંબંધ રાખવા માટે થઈને પ્રપોઝ કર્યો હતો. પરંતુ પોતે પરિણીત તેમજ બે સંતાનોની માતા હોવાનું જણાવી શાંતાબેને ના પાડી દીધી. જોકે, શિક્ષિકાએ થોડા સમય પછી વિક્રમના પ્રપોઝનો સ્વીકાર કર્યો હતો. બાદમાં બંને જણા વિડીયો કોલ કરીને એકબીજા સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન વિક્રમ શિક્ષિકા સાથે કેટલીક અંગત પળો પણ વીડિયો કોલમાં માણી હતી. જેનું પેલા યુવકે રેકોર્ડિંગ કરી લીધું હતુ. યુવક શાંતાબેનને સતત મળવા માટે કહેતો અને દબાણ પણ કરતો હતો. ત્યારે 2021માં બંને લોકો આખરે વાપીમાં મળ્યા હતા. અને બાદમાં વિક્રમે શાંતાબેનનો વિશ્વાસ જીતીને કહ્યું કે તે ગુજરાતમાં પોતાનો મેડિકલ સ્ટોર ખોલવા માંગે છે. તે માટે થોડા પૈસાની જરૂર છે.
ત્યારે શાંતાબેને ફેબ્રુઆરી 2022માં વિકર્મના ખાતામાં 1 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જો કે, 1 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા પછી લન વિક્રમ શાંતાબેન પાસે પૈસાની માંગણી કર્યા કરતો હતો. ત્યારે શાંતાબેને ના પાડતા વિક્રમે શાંતાબેનને તેમના અંગત પળોના વિડિયો બતાવીને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે બદનામીના ડરથી શાંતાબેને વિક્રમને 1 એક વર્ષમાં વિક્રમને કુલ 3.85 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. નોંધનીય છે કે, વિક્રમ સતત બ્લેકમેઇલ કરીને શાંતાબેન પાસેથી રૂપિયાની માંગણી કર્યા કરતો હતો. જેને લઈને શાંતાબેને આખરે કંટાળીને આ સમગ્ર મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે હાલ તો પોલિસે ફરિયાદના આધારે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.
- ડિસેમ્બરમાં આ 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ
- રાહુના નક્ષત્ર પરિવર્તનની આ રાશિઓ પર ભારે અસર પડશે, સમજી વિચારીને નિર્ણય લો, જાણો રાશિફળ
- આ કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે, ડોક્ટર પાસેથી જાણો કેવી રીતે બચી શકાય
- પૌત્રના અંતિમ સંસ્કારમાં દાદા ડાન્સકરવા લાગ્યા, વાયરલ વીડિયો જોઈને લોકોએ કહ્યું કે..