GujaratSouth GujaratSurat

બે સંતાનોની માતાને જીમ ટ્રેનર સાથે પ્રેમ સંબંધ રાખવો પડ્યો ભારે

આજકાલ લોકો લગ્ન પછી પણ અન્ય વ્યક્તિના પ્રેમમાં પડતા હોય છે. અને પાછળથી તેના કારણે મોટી મુસબતમાં મુકાઈ જતા હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક પરણિત જીમ ટ્રેનરે બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી અને તેને લગ્ન કરવાની લાલચ આપીને તેના પતિ સાથે છુટાછેડા લેવડાવી દીધા હતા. અને બાદ બંને જણા જીમ ટ્રેનરના ઘરમાં જ લીવ ઇનમાં રહેવા લાગ્યા હતા. પરંતુ થોડા દિવસોમાં જ બંને વચ્ચે નાની-નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. અને જીમ ટ્રેનર વાત વાતમાં મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. ત્યારે મહિલાએ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરીયાદ જીમ ટ્રેનર અને તેની પત્ની વિરુદ્ધ નોંધાવી હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં વસવાટ કરતી બે સંતાનની માતા એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં ટ્રેનર એવા કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા સાથે સંપર્કમાં આવી હતી. પરિણીતાને જીમ ટ્રેનર કૌશર પર્સનલ ટ્રેનીંગ આપતો હતો. જેથી બંને સારા મિત્ર બની ગયા અને બાદમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તે દરમિયાનમાં અનેક વખત બંનેએ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પરિણીતા જીમ ટ્રેનર કૌશર સાથે આગળ વધુ જીવન જીવવા માંગતી હોવાથી તેણીએ વર્ષ 2022 માં તેના પતિને છુટાછેડા આપીને કૌશરના ઘરમાં લીવ ઇનમાં રહેવા લાગી હતી. રમઝાન પછી લગ્ન કરવાનું બંનેએ નક્કી કર્યુ હતું. પરંતુ થોડા દિવસો પછી જ કૌશર અને પરિણીતા વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા. અને પરિણીતાને કૌશર સતત શારિરીક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. જેથી પરિણીતા તેની મરજીથી તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી. પરંતુ કૌશર અને તેની પત્ની લમીયા પરિણીતાને તેના માતા-પિતાને ઘરે જઈને પણ મારી નાંખવાની ધમકી આપતા હતા.

નોંધનીય છે કે, મારી નાખવાની ધમકીને ઓગળે અઠવાડિયા પહેલા કૌશર સામે પરિણીતાએ ધાક-ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે હાલ કૌશરની ધરપકડ કરી હતી. પરંતુ ત્યારપછી બાદ કૌશર સતત ધમકી આપતો હોવાથી પરિણીતાએ આખરે કૌશર અને તેની પત્ની લમીયા વિરૂધ્ધ દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય તેમજ માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે આરોપી કૌશરની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.