પોરબંદર જિલ્લાના રાણાવાવના બોરડી ગામમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોય છે. જ્યારે આજે આવી જ એક બાબત પોરબંદર જિલ્લાના રાણાવાવના બોરડી ગામથી સામે આવી છે. જેમાં જંગલ વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોરબંદરના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. બે શખ્સો દ્વારા લૂંટ કરી અને પથ્થર વડે માર મારી આ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, પોરબંદરના ગાયત્રી મંદિર પાસે રવિ પાર્ક વિસ્તારમાં રહેનાર અને ભંગારનો ધંધો કરતા સવજીભાઈ લખમણભાઇ પરમાર નામના 45 વર્ષીય યુવાન ભંગારનો ધંધો કરતો હતો. જ્યારે આજના ધંધાના કારણોસર સવારના સમયે રીક્ષા લઈને દોલતગઢ થી બોરડી ગામ તરફ ગયા હતા. એવામાં તે સાંજના સમયે ઘરે પરત ના ફરતા પરિવાજનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ત્યાર બાદ દોલતગઢ ગામમાં પૂછપરછ કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે, સવજીભાઈ અહીં આવ્યા હતા અને બોરડી ગામ તરફ તે ગયા હતા. તેના લીધે સવજીભાઈના સંબંધીઓ બોરડી ગામ તરફ ગયા હતા અને રસ્તામાં સવજીભાઇની છકડો રીક્ષા મળી આવતા આજુબાજુ માં તેની તપાસ કરવામાં આવી હતી. એવામાં રસ્તાની અંદર જંગલ ના ભાગમાંથી સવજીભાઈ નો મૃતદેહ મળી આવતા પોલીસ ને આ મામલામાં જાણ કરવામાં આવી હતી. પોરબંદર LCB અને રાણાવાવ પોલીસ દ્વારા લૂંટ વિથ મર્ડર હોવાની શંકાના આધારે તપાસ કરતા બે શખ્સો પર શંકા ગઈ હતી.
આ મામલામાં સવજીભાઈ ની હત્યા બાબતમાં અજાણ્યા બે ભંગારના રિક્ષાવાળા ઇસમો રાણાવાવ ગોપાલપરા માં રહેનાર 32 વર્ષીય સંજય ભીખુભાઈ મકવાણા અને 20 વર્ષીય સાહીલ મગનભાઇ મકવાણાની પોરબંદર LCB અને રાણાવાવ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વલેન્સ અને હ્યુમન ઈંટલીજેન્ટ્સ ની મદદ લઈને રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.