પાડોશી યુવક વીડિયો બનાવવાના બહાને યુવતીને લઈ ગયો હોટેલ અને….
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વસવાટ કરતી અને ધોરણ 12ની પરીક્ષા આપનાર એક શ્રમજીવીની 17 વર્ષની ઉંમરની પુત્રીને ઈન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવાના બહાને હોટેલમાં લઈ જઈ તેના પાડોશી યુવાને આ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. ત્યારે લિંબાયત પોલીસે આ સમગ્ર ઘટનાને પગલે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી યુવાનને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લીંબાયત વિસ્તારમાં વસવાટ કરતી અને મૂળ મહારાષ્ટ્રની 17 વર્ષીય સગીરાએ હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી છે. આજથી 4 દિવસ પહેલા આ સગીરાને ચક્કર આવતા અને તેની તબિયત સારી ના રહેતા તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. ડૉક્ટરે આ સગીરાની તપાસ કરીને તેને 12થી 14 અઠવાડિયાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ત્યારે સગીરાના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે સગીરા સાથે પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું કે પાડોશમાં રહેતા યુવકે તેની સાથે 3 વખત દુષ્કર્મ આચરીને તેણીને ગર્ભવતી બનાવી હતી.
સગીરાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જુલાઈ 20121માં તે યુવકે તેને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ત્યારથી તેમની વચ્ચે મિત્રતા શરૂ કરી હતી. પછી તે યુવક આ સગીરાને સતત વિડીયો મોકલતો હતો. તે જોવાની સગીરાને ખૂબ મજા આવતી હતી. બાદમાં યુવક અને સગીરાએ એક બીજાને નંબર આપ્યા અને ફોન દ્વારા વાત કરવા લાગ્યા હતા. પછી આ યુવક સતત સગીરાને ડીંડોલી ફ્લાવર ગાર્ડન ફરવા માટે જવાનું કહેતો હતો. પણ સગીરા દર વખતે ના પાડતી હતી. દરમિયાન યુવકે ગત ડિસેમ્બર 2022માં સગીરાને ઈન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું કહીને ડીંડોલી ફ્લાવર ગાર્ડન ફરવા માટે લઈ ગયો હતો. અને ત્યાં જઈને કહ્યું કે નજીકમાં જ બીજું એક ગાર્ડન છે તેવું કહી સગીરાને ડીંડોલીની એક હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં યુવરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી તે જ મહિનામાં ફરી 2 વખત તે યુવક ડીંડોલીની હોટેલમાં સગીરાને લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ યુવક સગીરાને અવારનવાર ફોન કરીને ધમકાવતો હોવાથી સગીરાએ પોતાનો મોબાઈલ પણ પણ તોડી નાખ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલે ગતરોજ સગીરાના પિતાએ દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.