GujaratAhmedabad

ગુજરાતમાં ફરી કોરોનાનો કહેર વધ્યો, આજે ચિંતા વધારનાર કેસો સામે આવ્યા…

ગુજરાતમાં દિવસે-દિવસે કોરોનાનો તેનો કહેર દેખાડી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને લઈને સતત ચિંતા વધારનાર સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આજે આવવા જ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 397 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે બે લોકોના કોરોનાના લીધે મોત નીપજ્યા છે.

ગુજરાતમાં આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાંથી સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 137 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલ કેસ નીચે મુજબ છે.

અમદાવાદ કોર્પોરેશન – 137

મહેસાણામાં – 46

વડોદરા કોર્પોરેશન – 27

સુરત કોર્પોરેશન – 26

વલસાડ – 20

મોરબી અને સાબરકાંઠામાં – 16

સુરત – 15

રાજકોટ કોર્પોરેશન અને વડોદરા – 11

આણંદ અને ભરૂચમાં – 9

અમરેલી – 8

બનાસકાંઠા – 6

ગાંધીનગર કોર્પોરેશન અને પાટણમાં – 5

નવસારી – 4

ભાવનગર કોર્પોરેશન, દાહોદ અને પંચમહાલ 3

અમદાવાદ, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં – 2

ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, કચ્છ અને મહીસાગરમાં – 1

 

તેની સાથે રાજ્યમાં કુલ બે દર્દીના મોત નીપજ્યા છે. અમદાવાદ કોર્પોરેશન અને મહેસાણામાં 1-1 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મોતનો આંકડો 11065 પર પહોંચી ગયો છે. રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ 1992 એક્ટીવ કેસ રહેલા છે. જેમાંથી 92 દર્દીઓ વેન્ટીલેટર પર રહેલા છે અને 1988 દર્દી સ્ટેબલ રહેલા છે. જ્યારે ડિસ્ચાર્ઝ થયેલા દર્દીઓની સંખ્યા 1272830 પહોંચી છે.

આ સિવાય રાજ્યમાં સાજા થવાના લોકોનો દર 98.98 પહોંચ્યો છે. આજે અમદાવાદમાં 2 દર્દીનું મોત નીપજ્યું છે. સરકાર દ્વારા કોરોનાની મહામારીને લઈને ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે, જેને પાલન કરવા માટે સુચનાઓ પણ અપાઈ છે.