AhmedabadGujarat

દાદી ને લઈને સારવાર કરાવવા ગયેલી સગીરા સાથે OT આસિસ્ટન્ટે દુષ્કર્મ આચરી ને ગર્ભવતી બનાવી

અમદાવાદ શહેરમાં આવેલ સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ હાજરો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે સોલા હોસ્પિટલમાં એક સગીર વયની યુવતી સાથે હોસ્પિટલના જ એક કર્મચારીએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક સગીરા તેનાં દાદીની સારવાર કરાવવા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં આવી હતી. તે દરમ્યાન હોસ્પિટલમાં OT આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોર નામના એક નરાધમે સગીરાને ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહેશે સગીરા સાથે દુષ્કર્મ આચરતા તેણીને ગર્ભ રહી ગયું હતું. જેથી સગીરાએ શહેર કોટડા વિસ્તારમાં ભ્રુણનો નિકાલ કર્યો હતો. ત્યારે આ ભ્રુણ પોલીસને મળી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન પોલીસ સગીરા પાસે પહોંચી હતી. જતા સગીરાએ સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી.

તમને જણાવી દઈએ કે, હાલ તો  સોલા પોલીસે આ સમગ્ર મામલે સોલા હોસ્પિટલમાં  OT  આસિસ્ટન્ટ તરીકે કામ કરતા આરોપી મહેશ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ગેરકાયદેસર રીતે ભ્રુણ ને ત્યજી દેવાના મામલે શહેર કોટડા પોલીસે સગીરા વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.