ઉનાના આ ગામના લોકોની ચારોતરફ થઈ રહી છે પ્રશંસા, પાણીના પ્રવાહ વચ્ચે યુવાનોએ સાંકળ બનાવી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા ઉના સરકારી હોસ્પિટલ પહોંચાડી
ગુજરાત પર હાલ વરસાદી માહોલ બનેલો છે. તેને લઈને ગુજરાતમાં ચારોતરફ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ બનતા નુકસાની વેઠવાનો પણ લોકોને વારો આવ્યો છે. ત્યારે આવી જ એક બાબત ઉનાથી સામે આવી છે. ઉનાના ખત્રીવાડા ગામમાં રહેનાર મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ગામ લોકો આ મહિલાને મદદે આવી ગયા હતા.
ગામના 50 થી વધુ યુવાનો દ્વારા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે સાંકળ બનાવી મહિલાને નદી પાર કરાવવામાં આવી હતી. ખત્રીવાડાની રૂપેણ નદીનું પાણી ચારો તરફ ફરી વળતા ગામ લોકોની અવરજવર પણ બંધ થઈ ગયેલ હતી. ગામના સરપંચ, આગેવાનો, યુવાનો, પોલીસ સ્ટાફ સહિત ટ્રેક્ટર, JCB, એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. ચારે તરફ જ્યા જુઓ ત્યાં પાણી ફરી વળતા નદીમાં પૂરના વહેતા પાણીમાંથી મહિલાને હેમખેમ રીતે નદી પાર કરાવાઈ હતી. જ્યારે મહિલાને ટ્રેક્ટરમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડી ઉના હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ ઉનાની સરકારી હોસ્પિટલમાં સરખો જવાબ ન મળતા મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંની મહિલા તાત્કાલિક સિઝેરિયન ડીલીવરી કરાવવી પડી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉનાના ખત્રીવાડા ગામે રહેનાર તેજલબેન પ્રતાપભાઈ રાઠોડને પ્રસૂતિનો દુખાવો ઊપડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચડવાની જરૂરીયાત ઉભી થઈ હતી. પરંતુ ગામમાંથી પસાર થનાર રૂપેણ નદી પર કોઇ જાતનો પુલ ન હોવાના લીધે ત્યાંથી પસાર થવું ઘણું મુશ્કેલ હતું. ગામના સરપંચ અને આગેવાનોને આ મામલામાં જાણ કરવામાં આવતા ગામના પચાસથી વધુ યુવાનો ભેગા થઈ ગયા હતા. પોલીસને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. ગામમાંથી પસાર થતી રૂપેણ નદીમાં પૂરના પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે આ પાણીના વહેતા પ્રવાહમાંથી કોઈ પણ વાહન પસાર થવું મુશ્કેલ હતું. તેના લીધે આ ગામના 50 થી વધુ યુવાનો ગામના સરપંચ, આગેવાનો તેમજ ઉના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ત્યાં આવી પહોંચ્યા હતા. આ તમામ યુવાનો દ્વારા રૂપેણ નદીમાં વહેતા પાણીમાં એકબીજાના હાથ પકડી સાંકળ બનાવવામાં આવી હતી. આ રૂપેણ નદીનાં વહેતા પાણીનાં પ્રવાહ વચ્ચે સગર્ભા મહિલાને ખાટલામાં સુવડાવી નદી પાર કરાવવામાં આવી હતી.
ત્યાર બાદ નદીના સામા કાંઠે એક ટ્રેક્ટરને બોલાવી લેવામાં આવ્યું હતું. તેમાં મહિલાને સનખડા ગામે હેમખેમ પહોંચાડી દેવામાં આવી હતી. તેમ છતાં ખત્રીવાડા અને સનખડા ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળ્યું હોવાના લીધે અવરજવર થઈ શકે તેમ નહોતી હોવાથી પાણીમાં ટ્રેક્ટર પણ ફસાઈ ગઈ હતી. તેની મદદ માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. સનખડા ગામે પહોંચતા અગાઉ 108ને જાણ કરી દેતાં 108 એમ્બ્યુલન્સના કલ્પેશ પટેલ તેમજ ભરત બાંભણિયા ત્યાં પહોંચી ગયા હતા. યુવાનોએ અને પોલીસ સ્ટાફે મહિલાને ટ્રેક્ટરમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડી ઉના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
નદીના સામા કાંઠે એક ટ્રેક્ટરને બોલાવવામાં આવ્યું હતું. તેમાં મહિલાને સનખડા ગામે હેમખેમ પહોંચાડવામાં આવી હતી. તેમ છતાં ખત્રીવાડા- સનખડા ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળતાં અવરજવર કરવું મુશ્કેલ હતું અને તેમાં ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું. ત્યાર બાદ જેસેબીની મદદ લેવામાં આવી હતી. સનખડા ગામે પહોંચતા પહેલા જ 108 ને જાણ કરી દેવામાં આવતા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. યુવાનો અને પોલીસ સ્ટાફ દ્વારા મહિલાને ટ્રેક્ટરમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડી ઉના હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.