GujaratAhmedabad

મહાઠગ કિરણ પટેલને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ

પોતે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આવે છે એમ કહી દેશની સુરક્ષા સાથે ચેડાં કરનાર મહાઠગ કિરણ પટેલને ગમે ત્યારે ગુજરાત પોલીસના સંકજામાં આવી જશે. મ્હાઠગ કિરણ પટેલને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાચની એક ટીમ જમ્મુ કશ્મીરમાં પહોંચી છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ આ પહેલા જ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો હતો કે, અમારી સરકારે મહાઠગ કિરણ પટેલને પકડ્યો છે. જે દાવા પર વિપક્ષી પાર્ટી કોંગ્રસે સરકાર પર નિશાન તાક્યુ હતું અને સરકાર તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને 12 સવાલ પૂછ્યા છે.

ગુજરાત કોંગ્રેસબના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ મોટા મોટા નેતાઓ, મંત્રીઓ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે આ મહાઠગ કિરણ પટેલના ફોટોગ્રાફ તેના વેરીફાઈડ સોશિયલ મિડિયા હેન્ડલ પર છે. અધિકારીની અને પદાધિકારીઓની કિરણ પટેલ સાથે શુ નિકટતા સાથે છે? આ એક રાષ્ટ્રીય સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક છે. મુખ્ય સવાલ અહીં આપણા દેશના સંવેદનશીલ વિસ્તારનો છે, એક તરફ ગુજરાતમાં નકલી PSIની ટ્રેનિંગ લે અને બીજી બાજુ દેશમાં કિરણ પટેલ ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ગમે ત્યાં ફરે ત્યારે આ મહાઠગની ગોઠવણ કોણે કરી તે અંગેની પણ તપાસ જરૂરી છે. આ કોઈ ખાસ જવાબદારી હતી કે પછી કોઈ નકલી વ્યવસ્થા હતી? આ મામલે ભાજપ સરકાર અને ગૃહરાજ્ય મંત્રી જનતાને જવાબ આપે.

કોંગ્રેસે ગૃહરાજ્યમંત્રીને 12 સવાલ કર્યા છે

1. ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં કામ કરતા વર્ષો જુના અધિકારી આ મહાઠગ કિરણ પટેલને કઈ કઈ વ્યવસ્થામાં મદદ કરતા હતા?
2. મુખ્યમંત્રી કાર્યાલયના PROના પુત્ર જે ભાજપાના પદાધિકારી અને આ મહાઠગ કિરણ પટેલ કેવા પ્રકારની વ્યવસ્થામાં એકબીજા સાથે જોડાયેલા હતા?
3. મુખ્યમંત્રી કાર્યાલયના PROના પુત્ર જે ટેકનોલોજી કંપની – CCTV માટે કેટલા કરોડ રૂપિયાના ગુજરાત સરકારના કામોના લાભાર્થી હતા?
4. મુખ્યમંત્રી કાર્યાલયના PROના રાજીનામુ શુ એ આ મામલે આગળ વધુ તપાસ ના થાય તે માટેની કોઈ ગોઠવણ છે કે પછી બીજી અનેક ગોઠવણો બહાર ના આવે તે માટેનો તેને સેઈફ ગેટ આપવામાં આવ્યો છે?
5. ઉચ્ચ પદાધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓને બચાવવા માટે કે પછી મહાઠગ કિરણ પટેલના ખાસ સંબંધો જનતા સમક્ષ જાહેર ના થાય તે માટે હજુ સુધી કેમ આ મહાઠગ વિરુદ્ધ કોઈ ગંભીર કલમો લગાવવામાં આવી નથી? તે પાછળનો સરકારનો શુ તર્ક છે?
6. સુરક્ષા વિભાગ કે અધિકારીઓ કેમ આરોપી કિરણ પટેલને ઓળખી ન શક્યા?
7. કિરણ પટેલના ઝાંસામાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ આસાનીથી કેવી રીતે આવી ગયા કે પછી આ આગોતરી કોઈ ગોઠવણ હતી?
8. કિરણ પટેલે દેશના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી તેમ છતાં કેમ તેની ઓળખ ન થઈ? જમ્મુ કાશ્મીર જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સુરક્ષા ચૂક કેમ? આરોપી પોલીસ રક્ષણ હેઠળ આપણા દેશની બોર્ડર સુધી બિન્દાસ ફર્યો છતાં કેમ કોઈને ગંધ ન આવી?
9. હિતેશ પંડ્યાએ સ્થાપેલ “નેશન ફર્સ્ટ” તેમજ કિરણ પટેલે સ્થાપેલ “રાષ્ટ્ર પ્રથમ” સંસ્થા આ બંને વચ્ચે શું સંબંધ છે? બંને સસ્થામાં ક્યા લોકો દાન આપે છે?
10.કિરણ પટેલ દ્વારા સ્થપિત રાષ્ટ્ર પ્રથમ સંસ્થાએ G-20 ની બેઠકના આયોજન માટે ઉચ્ચ અધિકારીઓની ફોટા સાથેની આમંત્રણ પત્રિકા માટે શુ પ્રધાનમંત્રી કાર્યાલય, કેન્દ્ર સરકાર, વવારત સર્કસર, વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારની કોઈ મંજુરી આપવામાં આવી હતી?
11. લાખો રૂપિયાનો દારૂ પકડાય ત્યારે પોતાની ખોટી વાહવાહી કરનારી સરકાર જવાબ આપે કે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઠલવાતા કરોડો રૂપિયાના દારૂ માટે ભાજપ સરકાર અને ગૃહ વિભાગ કેમ જવાબદારી સ્વિકારતા નથી?
12. લાખો રૂપિયાની માટી,રેતી, કિંમતી ખનીજ અને પથ્થરની ચોરી પકડાય ત્યારે વાહવહી લૂંટતી સરકાર ચોરી માટે કેમ કોઈ જવાબદારી સ્વિકારતી નથી ?