GujaratAhmedabad

ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા અધધધ કેસ….

કોરોનાને લઈને ફરી લોકોને સચેત રહેવાની જરૂરીયાત છે કેમ કે કોરોનાએ ફરી તેનો કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે. કેમ કે કોરોનાના કેસમાં છેલ્લા થોડા દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચિંતા વધારનાર કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે 328  નવા કેસ સામે આવ્યા છે. તેના લીધે એક વાત તો સ્પષ્ટ છે કે હજુ કોરોના જ્યો નથી ધીરે-ધીરે તેનો પ્રકોપ દેખાડી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ સામે આવવાની સાથે એક સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાથી સાજા થવાનો રેસિયો 98.97 ટકા પહોંચી ગયો છે. આજે કોરોનાની સારવાર દરમિયાન  315 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 12 લાખથી વધારે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

તેમ છતાં રાજ્યમાં હાલ કુલ દર્દીઓનીની વાત કરીએ તો, ગુજરાતમાં કુલ 2155 એક્ટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 12 લોકો વેન્ટીલેટર પર રહેલા છે અને 2143 લોકોની હાલત સ્ટેબલ રહેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,71,224 લોકો કોરોનાથી સાજા થયા છે અને 11057 લોકોના મોત નીપજ્યા છે.

રાજ્યમાં નોંધાયેલ કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં  – 93

સુરત કોર્પોરેશન – 31

મહેસાણા – 26

વડોદરા કોર્પોરેશન – 25

મોરબી – 23

વડોદરા – 18

ગાંધીનગર – 16

સાબરકાંઠા – 12

વલસાડ – 11

સુરત – 10

અમરેલી, નવસારી – 7

ગાંધીનગર કોર્પોરેશન, રાજકોટ – 6

આણંદ, ભરૂચ, રાજકોટ કોર્પોરેશન – 5

ભાવનગર કોર્પોરેશન, પાટણ – 4

અમદાવાદ, કચ્છ – 3

પંચમહાલ, પોરબંદર, સુરેન્દ્રનગર – 2

બનાસકાંઠા, ગીર સોમનાથ – 1