સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ માં થયેલ મારામારી ની ઘટનામાં રેલવે પોલીસે બે લોકોની કરી અટકાયત
સુરત રેલવે સ્ટેશન ના ડાબી બાજુએ આવેલ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ બેફામ બનીને દાદાગીરી કરવા લાગ્યા છે. પેન એન્ડ પાર્કિંગ ના કર્મચારીઓ વાહનચાલકો સાથે અવારનવાર નાની નાની વાતને લઈને માથાકૂટ કરતાં હોવાની સતત ફરીયાદો ઊઠી રહી છે. ત્યારે તાજેતરમાં જ બેથી ત્રણ દિવસ પહેલાંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુસાફરને આ પે એન્ડ પાર્કિંગના કર્મીઓ ખૂબ માર મારી રહ્યા હતા. ત્યારે સુરત રેલવે પોલિસ આ વાયરલ વાડિયોને લઈને હરકતમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત રેલવે સ્ટેશન ના પે એન્ડ પાર્કિંગના કર્મીઓએ મુસાફર સાથે મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રેલવે પોલીસ હરકતમાં આવી હતી. અને રેલવે સ્ટેશનના પાર્કિંગ માં લાગેલા સીસીટીવી કેમેરાના વીડિયો ફૂટેજ ચેક કરીને મુસાફર સાથે ઝપાઝપી કરનાર બે લોકોની અટકાયત કરી છે. પોલીસે આ સમગ્ર મામલે 18 વર્ષનીય કોન્ટ્રાકટર આલમ નવસાદ શેખ તેમજ 18 વર્ષીય અનુજ વિનોદકુમાર અગરાણીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, પોલીસે આ મામલે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, પાર્કિંગમાં જાહેરમાં એક અજાણ્યો ઈસમ પેશાબ કરી થયો હતો તેથી અમે તેને અહીં પેશાબ કરવાનું ના કહીને સ્ટેશનના શૌચાલયમાં જઈને પેશાબ કરવા કહ્યું હતું. આ દરમિયાન તે ઈસમ સાથે ઉગ્ર બોલાચાલી થતા આ સમગ્ર ઘટના ઘટી હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. હાલ તો રેલવે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.