South GujaratGujaratSurat

સુરતના ભેસ્તાનની સ્કૂલની શિક્ષિકાને કરાયા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો?

સુરતમાં ગઈ કાલ શાળાના મારામારીની ઘટના સામે આવી હતી. તેની સાથે સુરતની ભેસ્તાન વિસ્તારની શાળાનો એક વીડિયો વાઇરલ પણ થયો હતો. જેમાં એક શિક્ષિકા ટ્રાન્સફર મુદ્દે શાળાના આચાર્ય સાથે પોલીસની હાજરીમાં ગાળો બોલી અને ચપ્પલ વડે મારામારી કરવામાં આવી હતી. તેમ છતાં અન્ય સ્ટાફ છોડાવવા જતા એમને પણ ગાળો બોલવામાં આવી હતી. શિક્ષિકાના આવા અશોભનીય વર્તન બાબતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો દ્વારા આખરે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અગાઉ પણ શિક્ષિકા અન્ય શાળામાં ફરજ બજાવતી હતી ત્યારે આ જ પ્રકારનું વર્તન તેના દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ છતાં ગઈકાલની બનેલ આ ઘટના બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વીડિયો સોશિયલ મીડિયા આગની જેમ વાયરલ થઈ ગયો હતો. ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી કરવામાં આવ્યા બાદ મહિલા દ્વારા આચાર્યને આરોપ લગાવતા કહ્યું કે, આચાર્ય દ્વારા ખુબ કામ કરાવવામાં આવે છે અને બીજી ખોટી ફરિયાદ કરી ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. જ્યારે આ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. તેની સાથે વિવાદ ઉગ્ર બનતા શિક્ષિકા હાથમાં ચપ્પલ લઈ આચાર્યને પોલીસની હાજરીમાં મારવા લાગી અને તેમને ગંદી ગાળો બોલવા લાગી હતી. આ સિવાય અન્ય શિક્ષકાઓને પણ તેના દ્વારા ગાળો આપવામાં આવી હતી. પોલીસની હાજરીમાં જ ગાળાગાળી અને મારા મારીના દૃષ્યો ઉભા થયા હતા. શાળાના અન્ય શિક્ષકો સામે પણ આ જ પ્રકારનું શિક્ષિકા દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા શિક્ષિકાને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યાર બાદ શિક્ષિકાને ગુસ્સો આવી ગયો હતો.

એવામાં આ મામલાનો વીડિયો વાઇરલ થયા બાદ શિક્ષણ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી હતી. તેના સિવાય સમગ્ર કિસ્સામાં શિક્ષણ સમિતિની ઈમેજ ખરાબ થઈ છે. તેના લીધે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. શિક્ષિકા જાણે માનસિક અસ્થિર હોય તે પ્રકારનું કૃત્ય કરતી વીડિયોમાં જોવા મળ્યું હતું. તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો આ બાબતને ગંભીરતાથી લઈ આખરે અંતે તેને સસ્પેન્ડ કરવામાં નિર્ણય લીધો છે.