IndiaInternationalPakistan

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની શરૂઆત? હિંસક ઘટનાઓ,ચારેબાજુ આગચંપી, સેનાએ પીટીઆઈ સમર્થકો પર ગોળીબાર કર્યો

પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran Khan) ને ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહારથી રેન્જર્સ દ્વારા અચાનક ધરપકડ કરવામાં આવી છે અને તેમની ગરદનથી પકડીને તેમને કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા તેવો વિડીયો પણ વાયરલ થયો છે. રેન્જર્સે આ મોટી કાર્યવાહી કરી પૂર્વ પીએમની ધરપકડ કરી છે.

આ પછી પીટીઆઈના નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. વિવિધ સ્થળોએ આગચંપી અને તોડફોડ ચાલુ છે. આ દરમિયાન પીટીઆઈએ ઈમરાન ખાનનો રેકોર્ડ કરેલો વીડિયો જાહેર કર્યો છે જેમાં ઈમરાન ખાન (Imran Khan)કહી રહ્યા છે કે તેમને પહેલાથી જ ખબર હતી કે ખોટા કેસમાં ફસાવવાથી તેમની ધરપકડ થઈ શકે છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan)ની ધરપકડ બાદ દેશભરમાં હિંસક ઘટનાઓ બની રહી છે. અત્યાર સુધીમાં 43 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. લાહોરમાં કમાન્ડરના ઘરને આગ લગાડવામાં આવી હતી.પીટીઆઈ સમર્થકોએ લાહોરમાં પોલીસ ચેક પોઈન્ટને આગ ચાંપી દીધી હતી.પાકિસ્તાની સેનાએ ISI ઓફિસની બહાર ગોળીબાર કર્યો હતો. પીટીઆઈ સમર્થકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં આવનાર મોકા સાયક્લોનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ઈસ્લામાબાદ કોર્ટે પાકિસ્તાનના ગૃહ સચિવને તાત્કાલિક હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આઈજી હાઈકોર્ટમાં હાજર થયા હતા પરંતુ ગૃહ સચિવ હાજર રહ્યા ન હતા. કોર્ટે આના પર ભારે નારાજગી વ્યક્ત કરી અને ગૃહ સચિવને હાજર થવાનો નિર્દેશ આપ્યો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે