તલાલાની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ માણસે કેનેડાના નાગરિકો
દેશમાંથી નિકાસ થવામાં કેસર અને બીજા નંબરે અલ્ફાંસો નામની કેરીની પ્રજાતિ છે. તલાલા પંથકની કેસર કેરી માટે શ્રેષ્ઠ હોય છે. ત્યારે તાલાલાની પ્રખ્યાત કેસર કેરી હવે કેનેડાના માર્કેટમાં પણ જોવા મળશે. તલાલાનો એક ખેડૂત કેનેડામાં કેસર કેરી એક્સપોર્ટ કરીને એટલી કમાણી કરી રહ્યો છે કે તમે આવક સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ જશો.
ઉલ્લેખનીય છે કે, તાલાલાના જશાપુર નામના ગામે વસવાટ કરતા ખેડૂત ચેતન મેદપરા પ્રાકૃતિક ખેતી કરવાની સાથે Msc.નો અભ્યાસ પણ કરે છે. તલાલાની કેરીનો સ્વાદ કેનેડાના લોકો પણ માણે તે માટે થઈને આ ખેડૂતે અમદાવાદ એરપોરથી કેસર કેરીના 400 બોક્સ કેનેડા એક્સપોર્ટ કર્યા હતા. આ કેરી કેનેડામાં 3 કિલોના બોક્સમાં પેક થઈને વેચાણ માટે જશે. 1600થી 1800 રૂપિયા પ્રતિ બોક્સનો ભાવ છે. 1600થી 1800 રૂપિયા છે. આ સીઝનમાં 65 મેટ્રીક ટન કેરીની નિકાસ તો માત્ર અમેરિકામાં જ થશે. જેમાં ગુજરાતનો ફાળો 55 ટકા છે. રેડીએશન પ્રોસેસીંગને ગુજરાતમાં કેરી પકાવવા માટે માન્યતા આપવામાં આવી છે. આ સુવિધા જુલાઈ 2022માં જ ગુજરાત એગ્રોએ સર્જી લીધી હતી. અમેરિકાના એગ્રીકલ્ચર એનીમલ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેકશનની પણ આ સુવિધાને માન્યતા મળતા હવે અમેરિકામાં પણ કેરીના નિકાસના દ્વાર ખુલી ગયા છે. આ ઉપરાંત અમદાવાદ પાસે ઉભી કરાયેલ એક નવી કાર્ગો સુવિધાના કારણે પણ નિકાસ પ્રક્રિયા સરળ બની છે.. અત્યાર સુધી મહારાષ્ટ્રના કાર્ગો મારફતે આપણે કેરીની આ નિકાસ કરવી પડતી હતી.
તમને જણાવી દઈએ કે, દેશ વિદેશનમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરીના પ્રમોશનમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લિમિટેડ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વર્ષે 45 ટકા જેટલી ઊંચી કેરીની નિકાસ હશે. કેરીની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહી છે.