GujaratAhmedabad

અમદાવાદના ખાડિયા વિસ્તારના યુવકની યુ.એસ. આર્મીમાં પસંદગી

અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાંમાં વસવાટ કરતા 28 વર્ષની ઉંમરના યુવક એવા યશ પટેલની US આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. યશ પટેલે અમદાવાદ શહેરની મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12માં ધોરણ સુધી અભ્યાસ અને ત્યારપછી ગાંધીનગરમાં આવેલ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી હાંસલ કરી હતી. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી યશ 2016માં અમેરિકા ગયો અને ત્યાં બોસ્ટર્નમાં તેણે M.A પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. સાથે તેણે અમેરિકામાં જ ડિફેન્સની ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કર્યું હતું. ડિફેન્સની ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તેની US આર્મીમાં પસંદગી થઈ હતી. હાલ તે અમેરિકામાં પોલીસ ઓફિસર ઓફ એમપીડી-ડીસી ઓફિસર તરીકે કાર્યરત થશે.

ઉલ્લેખનીય છે કે, યુ.એસ. આર્મીમાં પસંદગી થવાને લઈને સમગ્ર ખાડિયા વિસ્તારમાં હાલતો ખુશીના માહોલ છે. સાથે યશ પટેલનાં ઘરે તેનાં પરિવારજનો અંશ તેના દાદા-દાદી પણ ખૂબ ઉત્સાહિત છે. તેમના જણાવ્યા અનુસાર તેમને ક્યારેય સપને પણ ખ્યાલ નહતો કે યશ પટેલે યુએમ આર્મી જોઈન કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે યશ નાનો હતો તયાર્ડ ખૂબ તોફાની હતો અને હવે તે યુએસ આર્મી જોઈન કરશે તે અમારા સૌની માટે એક ગૌરવમય ક્ષણ છે.

નોંધનીય છે કે, ખાડિયા વિસ્તારનો યુવક યુએસ આર્મી ઓફિસર તરીકે પસંદગી પામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની મહાલક્ષ્મીની પોળમાં વસવાટ કરતા યશ અનિષ પટેલની આ સિદ્ધિથી તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. યશના પિતા અનિષ પટેલના જણાવ્યા અનુસાર, યશને પહેલાથી જ કંઈક નવું અને વિશેષ કરવાની ઈચ્છા હતી. સાત વર્ષ અગાઉ એકના એક દીકરાને અમેરિકા અભ્યાસ માટે મોકલ્યો હતો. કોઈની આશા રાખ્યા વિના પોતાના પગપર ઉભું રહેવું એ યશનો સ્વભાવ છે અને તેના સ્વભાવ અનુસાર જ તેણે આજે આ કરી બતાવ્યું છે. તમને જણાવી દઈએ કે, 24મી માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાના લૉ એન્ફોર્સમેન્ટ પોલીસ ઓફિસર તરીકે યશ પટેલની પસંદગી થઈ હતી.