GujaratRajkotSaurashtra

પત્નીએ એવી જીદ કરી કે પતિ એ ભર્યું આ પગલું

તાજેતરમાં જ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે મંદિરમાં જઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. અને મુળ અમદાવાદ હાઇવે પર ભારવણ ગામનો અને હાલ રાજકોટ શહેરના રણુજા મંદિર પાસે વસવાટ કરતા 22 વર્ષની ઉંમરના નારણ ચોથાભાઈ તલાવડીયા ગત રોજ રાત્રીના સમયે તેની પત્નીને સાથે બારવણ ગામ ખાતે આંટો મારવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આવેલ મેલડી માતાજીના મંદિરે આ યુવક તેની પત્નીને મંદિર બહાર ઉભી રાખીને પોતે મંદિરમાં ગયો અને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. પતિ મોડે સુધી મંદિરમાંથી બહાર ન આવતા બહાર ઉભી રહેલી પત્નીએ અંદર જઈને તપાસ કરતા તેનો પતી મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

મહત્વનું છે કે, પત્નીએ આ મામલે તરત જ તેના નણંદને ફોન કરયો અને જાણ કરતા તે લન ઘટના સ્થળ પર પરિવારજનો સાથે દોડી આવી હતી. પહેલા તો આ યુવકને કુવાડવા અને પછી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પર હાજર ડોકટરોએ યુવકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. ત્યારે એરપોર્ટ પોલીસ સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. અને આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વાદ પરીવારના સભ્યોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

પરીવારજનોએ જણાવ્યા મુજબ, નારણના લગ્ન એક વર્ષ પહેલા હુડકોમાં વસવાટ કરતી એક યુવતી સાથે થયા હતા. ત્યારપછી તેની પત્ની દ્વારા રાજકોટ રહેવાની સતત જીદ કરવામાં આવી હતી. જેથી યુવક દસેક દિવસથી રણુજા મંદિર પાસે એક રૂમ ભાડે રાખી ત્યાં જ રહેતો હતો. પરંતુ યુવકનું મન પોતાના ગામ બારવણમાં રહેવાનું હતું. જેને કારણે ગઇકળે તેની પત્નીને બારવણ આંટો મારીને આવીએ એમ કહી બન્ને નીકળ્યા અને રસ્તામાં જ આ તેણે પ્રકારનું અંતિમ પગલુ ભરી લીધું હતું.

મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, મૃતક મજુરીકામ કરી ગુજરાન ચલાવતો હતી અને તે છ ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો. આ ઘટનાને કારણે સમગ્ર પરીવારમાં માતમ છવાઈ ગયો હતો.