પતિના અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોવાનું જાણ થતાં જ પરિણીતાએ ભર્યું આ પગલું..

રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક આવેલા સુંદરમ સીટી એપાર્ટમેન્ટમાં વસવાટ કરતી એક 40 વર્ષની ઉંમરની પરિણીતાએ પોતાના પતિ, નણંદ, જેઠ તેમજ જેઠાણી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન કર્યા પછી તેનો પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને સાસરિયાવાળાઓ સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે.
પરિણીતાએ પોલીસ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ તેમના બીજા લગ્ન છે. 26 વર્ષ અગાઉ પરિણીતાના પહેલા લગ્ન થયા હતા જે દરમિયાન તેમને એક પુત્ર પણ થયો હતો. જે હાલ પરિણીતાના પહેલા પતિ પાસે જ રહે છે. પરિણીતાનો પહેલો પતિ તેના મોટાભાઈની સાળી સાથે પ્રેમસંબંધ રાખતા તે બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. ત્યારપછી સામાજિક રીતરિવાજ અનુસાર વર્ષ 2008માં બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન કર્યા ત્યાં પરિણીતાને બે સંતાનો થયા જેમાં એક દીકરો અને એક દીકરી છે. લગ્નજીવનના 10 વર્ષ બાદ પરિણીતાને ખબર પડી કે તેના પતિના અનિય સ્ત્રીઓ સાથે પણ સબંધ છે. તેમજ સાસરીમાં પરિણીતાના જેઠ-જેઠાણી પતિના કાન ભરીને તેમને પરિણીતા વિરુદ્ધ ચડાવતા હતા. અને પરિણીતાને ઘરમાંથી બહાર કાઢી મુકવાનું કહેતા હતા.
નોંધનીય છે કે, પતિના અન્ય સ્ત્રીઓ સાથેના સબંધ અને સાસરિયાઓ ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે આ મામલે તેના પિયરીયાઓને આ વાત જણાવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પતિ તેમજ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.