દારૂના જથ્થા સાથે ઝડપાયેલ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી ને કરાયા સસ્પેન્ડ
કચ્છ માંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો હતો. પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવનાર મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી, બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ભચાઉના ચોપડવા બ્રિજ પાસે ગોલ્ડન હોટલ નજીક થાર કારમાં દારૂ સાથે બંન્નેને સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે હવે આ મામલામાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કચ્છ પોલીસ વડા સાગર બાગમારે દ્વારા નીતા ચૌધરી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ પોલીસ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઈ જવાના ભયથી મહિલા પોલીસકર્મી અને બુટલેગર દ્વારા પોતાની કાર સ્થાનિક પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા બન્ને ને ઝડપી પાડ્યા અને કારની તપાસ કરી તો તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બીયરના કેન મળી આવ્યા હતા. જ્યારે આ મામલામાં પોલીસે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તેની સાથે પોલીસકર્મી નીતા ચૌધરીની વાત કરીએ તો તે અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચુક્યા છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬ થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ કારમાં રહેલા હતા. જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા છે.