એક તરફી પ્રેમમાં પડેલા લોકો ઘણી વખત એવું પગલું ભરી દેતા હોય છે કે પછી તે માટે થઈને તેમને આખું જીવન પસ્તાવવું પડતું હોય છે. આ પ્રકારના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તાર ખાતે સામે આવ્યો છે. જ્યાં એક મહિલા જ્યારે કામેથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે યુવકે તેને રસ્તામાં રોકીને કહ્યું કે ‘તું મને પ્રેમ કેમ નથી કરતી એમ કહીને યુવકે તે મહિલાને છરીના ઘા ઝીંકી દીધા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં વસવાટ કરતી એક મહિલા ગતરોજ સાંજના સમયે આશરે સાતેક વાગ્યાની આસપાસ ચાલીમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન મહિલાના મકાનની જોડે જ વસવાટ કરતા રાકેશ મહાવર નામના એક ઈસમે તેની જોડે ગયો હતો. અને તું મને પ્રેમ કેમ નથી કરતી એમ કહીને યુવકે મહિલાને છરીના ઘા ઝીંક્યાં હતા. યુવક જાણે કે મહિલાની હત્યા કરી દેવાના ઇરાદે જ આવ્યો હોય તેમ તેણે મહિલાના ગળાના અને દાઢીના નીચેના ભાગે એમ બે ઘા મારી દેતા મહિલા ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યારે આરોપીએ મહિલાના બરડાના ભાગે બીજા બે ઘા મારી દીધા હતા. ત્યારે મહિલાએ અચાનક બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો તરત એકઠા થઈ હતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. તયાર બાદ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.અને ફરિયાદ નોંધીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે. તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરીને આ ઘટનાને લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે.