સાવરકુંડલામાં આશ્રમમાં ઘુસી યુવકે સાધ્વી પર આચર્યું દુષ્કર્મ, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોય છે. એવામાં આજે સાવરકુંડલાથી એવી જ એક ઘટના સામે આવી છે. સાવરકુંડલામાં ગઈ મધરાતીના એક આશ્રમમાં સેવા પુજા કરવા આતે આવતા સાધ્વી પર અજાણ્યા વ્યક્તિ દ્વારા આશ્રમમાં ઘુસી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લીધે સાધુ-સંતો અને આગેવાનો સાવરકુંડલા દોડી આવ્યા હતા. આશ્રમના સાધ્વી પર દુષ્કર્મની આ ઘટના સાવરકુંડલામાં ઘટી હતી.
આ ઘટનાને લઈને સામે આવ્યું છે કે, આશ્રમ બનાવી સેવા-પુજાનું કામ આધેડ ઉંમરના સાધ્વી મધરાત્રીના આશ્રમમાં રહેલા હતા. એવામાં રાત્રીના બે વાગ્યાના સમયગાળામાં એક અજાણ્યો વ્યક્તિ મોઢે બુકાનું બાંધી આશ્રમમાં પ્રવેશ કર્યો હતો. આશ્રમ પરિષરમાં આવતાની સાથે તેના દ્વારા બહારની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. દિવાલ ટપી અંદર આવેલા આ વ્યક્તિ દ્વારા સૌથી પહેલા સાધ્વીના રૂમ આજુબાજુ બે-ચાર આંટા મારવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના રૂમમાં ઘુસી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. સવારના આ મામલામાં સાધ્વી ફરિયાદ કરવામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ સિવાય એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા દુષ્કર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તેની સાથે અહીંના માનવ મંદિર આશ્રમના ભક્તિરામબાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાધ્વી સાથે આવી દુઃખદ ઘટના ઘટી છે. પોલીસ દ્વારા આરોપીને તાત્કાલીક પકડી કડક સજા ફટકારવામાં આવે તેવી કાયર્વાહી કરવા સાધુ-સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.