આજ કાલ એવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા ચર જેમાં પહેલા યુવક યુવતી સાતગે મિત્રતા કરે છે. બાદમાં તેનો વિશ્વાસ કેળવીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે. અમે પછી યુવતી જ્યારે પૈસા પરત માંગે ત્યારે યુવતીને ખબર પડે મેં પોતે છેતરપિંડીનો ભોગ બની છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક યુવકે યુવતી સાથે પહેલા વાતચીત કરીને મિત્રતા કરી બાદમાં દરરોજ વાત કરીને તેને વિશ્વાસમાં લઈ લીધી હતી. અને યુવતીને જ્યારે વિશ્વાસ આવ્યો એવું યુવકને લાગ્યું ત્યારે યુવકે યુવતી પાસે ધંધો કરવાના નામે 4.76 લાખ રૂપિયાની માંગણી કરતઆ યુવતીએ યુવકને પૈસા આપ્યા હતા. પરંતુ થોડા સમય પછી યુવતીએ પૈસા પરત માંગતા તેને ખબર પડી કે યુવકે છેતરપિંડી કરી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને આરોપી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં પરિવાર સાથે વસવાટ કરતી 19 વર્ષની ઉંમરની એક યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. જૂન 2022માં આ યુવતી CTM નજીક આવેલ બરોડા એક્સપ્રેસ હાઇવેની સામેની બાજુ પાર્કિંગમા ઉભી હતી. તે દરમીયાન આકાશ વાંળદ નામનો એક યુવક આ યુવતી પાસે આવ્યો અને યુવતી સાથે વાતચીત કરવા લાગ્યો હતો. બંને વચ્ચે વાતચીત થયા પછી તેઓ એકબીજાના મિત્ર બન્યા હતા. તેઓ દરરોજ એકબીજા સાથે ફોન પર વાત કરતા અને ક્યારેક જોડે બહાર ફરવા પણ જતા હતા. થોડા સમય પછી બનેં વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ અને આકાશને જ્યારે એવું લાગ્યું કે યુવતીને તેના પર પૂરો વિશ્વાસ છે. ત્યારે આકાશે ધંધો કરવા માટે પૈસાની જરૂર છે તેમ કહીને યુવતી પાસે પૈસાની માંગણી કરી હતી. અને વિહવાસ આપ્યો કે હું તને આ પૈસા થોડા સમયમાં જ પરત કરી દઈશ.જેથી યુવતીએ આકાશ પર વિશ્વાસ કરીને તેના ઘરમાંથી સોનાની ચેઇન તેમજ રોકડ રકમ સહિત કુલ 4.76 લાખ રૂપિયા આકાશને આપ્યા હતા.
નોંધનીય છે કે, થોડા સમય પછી યુવતીએ આકાશ ઓઆસે પૈસા પરત માંગ્યા હતા. ત્યારે આકાશે પૈસા આપવાની ના પાડતા યુવતી પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. હાલ તો યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોધાવી છે. ત્યારે ખોખરા પોલીસે ફરિયાદના આધારે આરોપી યુવક આકાશની ધરપકડ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.