GujaratAhmedabad

કેનેડા ભણવા ગયેલ યુવકને મળ્યું દર્દનાક મોત, જાણો શું છે સમગ્ર મામલો?

દેશમાં વિદેશમાં ભણવાનો અથવા કે ધંધા અર્થે જવાનો યુવાનોમાં અલગ જ ક્રેઝ રહેલો છે. તેના માટે અનેક યુવાનો જતા પણ હોય છે પરંતુ વિદેશમાં એક યુવકને અભ્યાસ કરવા જવું ભારે પડ્યું છે. કેમકે તેની સાથે એવું થયું છે તેને જાણીને તમે ચકિત થઈ જશો. કેનેડામાં રહેનાર એક ગુજરાતી યુવક સાથે દર્દનાક ઘટના ઘટી છે. આ યુવકને કેનેડામાં દર્દનાક મોત મળ્યું છે.

કનેડામાં એક ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી હોવાની જાણકારી સામે પરિવારજનો શોકનું મોંજુ છવાઈ ગયું છે. મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ જે કેનેડામાં અભ્યાસ કરતો હતો અને તે થોડા દિવસથી ગુમ થઈ હતો અને અંતે તેનો હવે મૃતદેહ મળી આવ્યો છે.

કેનેડામાં સ્ટડી કરવા કરેલ મૂળ અમદાવાદનો 26 વર્ષીય ગુજરાતી યુવક હર્ષ પટેલ બે દિવસ પહેલા ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ આ મામલામાં ટોરેન્ટો પોલીસને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એવામાં આ તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. મહત્વની વાત છે કે, હર્ષ પટેલ છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુમ હોવાના કારણે સંબંધીઓ દ્વારા ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત

મહત્વની વાત એ છે કે, હર્ષ પટેલ વર્ષ 2022 માં કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયો હતો અને તે ત્રણ-ચાર દિવસથી ગુમ થઈ ગયો હતો. હર્ષનો મૃતદેહ મૃતદેહ ટોરેન્ટોમાંથી મળી આવ્યો છે. હર્ષના મૃત્યુનું કારણ હજૂ સામે આવ્યું નથી. હર્ષનો પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગૂમ થયેલા છે. આ બાબતમાં પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. હર્ષના મૃત્યુનું કારણ તો હજુ સામે આવ્યું નથી. પરંતુ હર્ષનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો હાલમાં ગૂમ થયેલ છે અને આ મામલામાં પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત