પંચમહાલના યુવકને ઓનલાઈન રમી ગેમ રમવી ભારે પડી, પૈસા હારી જતા ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું
હાલના સમયમાં યુવકનો ઓનલાઈન ગેમનો ચસ્કો લાગેલો છે. તેના દ્વારા લોકો પૈસા કમાવવાની લાલચમાં અનેક રૂપિયા ગુમાવી દેતા હોય છે. તેના લીધે આપઘાત કરવાનો વારો આવે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. પંચમહાલમાં એક યુવાન ગેમમાં પૈસા હારી જતા તેના દ્વારા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, પંચમહાલ જિલ્લામાં એક યુવાનને રમી ગેમના રવાડે ચડેલો હતો. એવામાં યુવાનના આ ગેમ રમતા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હતા. તેના લીધે તેને સુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
તમને જણાવી દઈએ કે, પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાકરોલ રેલ્વે સ્ટેશન પાસે ઝૂંપડું બાંધી રેલવેના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરી રહેલા મધ્યપ્રદેશના જાંબુઆના વિનોદ પારઘી નામના યુવાનને ઓનલાઈન રમી ગેમનો ચસ્કો લાગ્યો હતો. એવામાં તે મજૂરીથી કમાયેલા પૈસા ગેમમાં રોકીને જુગાર રમતો રહેતો હતો. એવામાં કેટલીક વખત સારા પૈસા મળતા રહેતા હતા. એવામાં તેના દ્વારા તેની બચતના અંદાજીત 3 લાખ રૂપિયા ગેમ રમવામાં લગાવી દેવામાં આવ્યા હતા. આ રકમ હારીના જવાના લીધે વિનોદ ડિપ્રેસનમાં ચાલ્યો ગયો હતો. હવે તે શું કરશે અને પરિવારને શુ મોઢું દેખાડશે તેવા વિચારોથી ઘેરાયેલા વિનોદ દ્વારા એક સુસાઇડ નોટ લખી તેમાં પોતાનું દર્દ જણાવ્યું હતું.
ત્યાર બાદ વિનોદે ઝૂંપડપટ્ટી ની પાસે રેલવેના નવા બનેલ કવાર્ટરની જાળી પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવામાં વિનોદના મોતના સમાચાર સાંભળી પરિવાજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. આ મામલામાં ગોધરા રેલવે પોલીસ દ્વારા વિનોદનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.